ગીર મધ્યમાં બિરાજમાન મીની અમરનાથ કહેવાતું ટપકેશ્વર મહાદેવ મંદિર ગીર જંગલ વચ્ચે વહેતી ખળખળ નદીઓ અને સિંહોની ડણક વચ્ચે બિરાજમાન છે. આ શિવલિંગ ઉપર સ્વયંભૂ પાણીનો જલાભિષેક થઇ રહ્યો હોવાથી ટપકેશ્ર્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન અહીંનું કુદરતી સાૈંદર્ય માણવાની સાથે મહાદેવની પૂજા કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે. એમાં પણ ગુફામાં બિરાજમાન ટપકેશ્વર મહાદેવ પર ગુફાના પથ્થરમાંથી જાણે મા ગંગા પાણીથી તો ગૌ માતા જાણે પોતાના આચળમાંથી મહાદેવ પર જળ અને દુધનો અદભુત અભિષેક થતો હોય એવા દર્શન પ્રા થાય છેે.
લોકવાયકા પ્રમાણે યારે પાંડવો અજ્ઞાતવાસમાં અહીં આવેલા ત્યાં માતા કુંતાજીને શિવજીની પૂજા અર્ચના કરવાની હોય તેના કારણે અહીં અર્જુનના કહેવાથી ભગવાન શ્રીકૃષ્ણએ અહીં ગુ ગંગાજીને ઉત્પન્ન કર્યા હતા તેના કારણે ગુફાની અંદર આવેલ શિવલિંગ પર અવરિત પાણી ટપકતું હોવાને કારણે મહાદેવ મંદિરના સાંનિધ્યનું નામ ટપકેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત છે. ગુફાની અંદર યાં યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં શિવલિંગ ઉત્પન્ન થાય છે તેવી અનુભુતિ થાય છે. મંદિરના પ્રવેશ દ્રારા ભગવાન ભૈરવનાથની ચોકી આવેલ છે. અહીં અનેક ગુફાઓ આવેલી છે. જેમાં એક ગુફા જુનાગઢ સુધી જાય છે તેવું માનવામાં આવી રહ્યું છે. અહીંના પૂજારીના કહ્યા અનુસાર અહીં મેઘાવી નામના ઋષિમુનિઓએ બે હજાર વર્ષ સુધી તપસ્યા કરી હતી. ત્યારબાદ અહીં સ્વયંભુ ગંગાજી ઉત્પન્ન થયા હતા અને તેમનું જલાભિષેક ટપક ટપક એક એક બુંદ દ્રારા શિવજી પર જલાભિષેક થાય છે.
અહીં શ્રાવણ માસ દરમિયાન દ્રાભિષેક તેમજ અન્ય શિવજીની પૂજા અર્ચના શિવભકતો દ્રારા કરવામાં આવે છે. ટપકેશ્વર મહાદેવનું મંદિર જંગલ વિસ્તારને આવેલો હોવાને કારણે અહીં વન્ય પ્રાણીઓનો પણ વસવાટ હોવાના કારણે વન વિભાગ દ્રારા અહીં સવારથી સાંજ સુધી જ દર્શન કરવા દેવામાં આવે છે. ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ ઝરણાઓ લીલી વનરાયુનો નજારો અનહદ આકર્ષક જોવા મળી રહે છે. આ જગ્યાનો દેખભાળ મુકતાનદં બાપુ દ્રારા કરવામાં આવી રહ્યો છે. યારે વન વિભાગ દ્રારા અને પ્રકૃતિપ્રેમીઓ દ્રારા ગીર જંગલ આવેલ મીની અમરનાથ કહેવાતું ટપકેશ્વર મંદિર આવતા ભકતોને એક વિનંતી પણ કરાઈ છે કે આહી આવતા દર્શનાર્થીઓ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરે અને ધુમ્રપાન પણ ન કરે આપણી પ્રકૃતિની સંભાળ કરે તેવી અપીલ પણ કરાઈ. શ્રાવણ માસ દરમિયાન આ મંદિરે શ્રધ્ધાળુઓ દ્રારા અલગ અલગ પુજા અર્ચના પણ કરવામાં આવે છે અને ભગવા ટપકેશ્વર મહાદેવ ભકતોની મનોકામના પણ પુર્ણ કરે છે અને જંગલનો નજારો અને એમાં પણ દેવાધી દેવના દર્શન થાય એટલે ભવ પાર થઈ જાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech