તનુ વેડ્સ મનુ 3 ની સ્ટોરી લોક,માધવન સાથે ટ્રિપલ રોલ નિભાવશે કંગના

  • October 05, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2026માં આવનારી ફિલ્મનું શુટિંગ 2025ના અંતમાં શરૂ થશે

'તનુ વેડ્સ મનુ 3'ની સ્ક્રિપ્ટને ડિરેક્ટર આનંદ એલ રાય અને લેખક હિમાંશુ શર્માએ ફાયનલી લોક કરી દીધી છે. કંગના રનૌત આ ફિલ્મમાં ટ્રિપલ રોલમાં જોવા મળી શકે છે અને આર માધવન સાથે ફરીથી જોડી બનવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું શૂટિંગ 2025ના અંતમાં શરૂ થશે.
'તનુ વેડ્સ મનુ' અને 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'ની સફળતા બાદ આ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મની ચર્ચા તેજ થઈ ગઈ છે. અહેવાલ છે કે 'તનુ વેડ્સ મનુ 3'ની સ્ક્રિપ્ટને લેખક હિમાંશુ શર્મા સાથે ડિરેક્ટર આનંદ એલ રાય દ્વારા લોક કરી દેવામાં આવી છે. સમાચાર છે કે કંગના રનૌત આ ફિલ્મમાં ટ્રિપલ રોલમાં જોવા મળી શકે છે.
'તનુ વેડ્સ મનુ' ફ્રેન્ચાઇઝીના નિર્માતાઓ હવે તેની ત્રીજી સિક્વલની યોજના બનાવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આનંદ એલ રાય અને લેખક હિમાંશુ શર્માએ ત્રીજી સિક્વલ માટે સ્ટોરી ફાઈનલ કરી લીધી છે, એક અહેવાલ અનુસાર, 'તનુ વેડ્સ મનુ 3'ની વાર્તા જ્યાંથી 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' સમાપ્ત થઈ હતી ત્યાંથી શરૂ થવા જઈ રહી છે.

આ ફિલ્મનું શૂટિંગ 2025ના અંતમાં શરૂ થશે
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ 2025ના અંતમાં શરૂ થવાનું છે અને તેને 2026માં રિલીઝ કરવાની યોજના છે. તમને જણાવી દઈએ કે આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવી હતી અને આ જોડી હિટ બની હતી. આ ફિલ્મના ચાર વર્ષ પછી, આ જોડી ફરીથી સિક્વલ સાથે મોટા પડદા પર લાવવામાં આવી હતી. આ વખતે ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. સિક્વલથી જ ચાહકો આ ફિલ્મની ત્રીજી સિક્વલની માંગ કરી રહ્યા છે.

'તનુ વેડ્સ મનુ 3' ત્યાંથી શરૂ થાય છે જ્યાં પાછલી ફિલ્મ પૂરી થઈ હતી
રિપોર્ટ્સ અનુસાર, 'તનુ વેડ્સ મનુ 3' ત્યાંથી શરૂ થવા જઈ રહી છે જ્યાં પહેલા અને બીજા ભાગનો અંત આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે 'મેકર્સ દ્વારા લખવામાં આવેલી સ્ટોરીમાં પહેલા અને બીજા ભાગનો સાચો અર્થ હવે બતાવવામાં આવશે. રોમાન્સ અને ડ્રામા સાથે આ ફિલ્મ હ્યુમરથી પણ ભરપૂર હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application