જામનગર શહેર મામલતદાર કચેરી ખાતે ૨૪ ડિસેમ્બરના તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ

  • December 05, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરજદારોએ આગામી તા.૧૦ ડિસેમ્બર સુધીમાં જામનગર શહેર મામલતદારશ્રીની કચેરીને અરજી મોકલવાની રહેશે


સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું સૂચન કર્યું છે.


જે અન્વયે, જામનગર શહેરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪-૧૨-૨૦૨૪ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જામનગરના અધ્યક્ષ સ્થાને શહેર મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવશે.અરજદારોએ આગામી તા.૧૦-૧૨-૨૦૨૪ સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/ અરજી મામલતદાર કચેરી જામનગર (શહેર)ના સરનામાં પર મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ આ તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે.


જે અંતર્ગત, જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ, અને રજૂ કરેલો પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે. કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ. કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ પૂરતા આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે.


આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહીં. જામનગર શહેરના તમામ નાગરિકોને ઉપરોક્ત તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે શહેર મામલતદારશ્રી, જામનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News