એસજી હાઇવે પર ગેરકાયદેસર પાર્કિંગને લઈને તંત્રએ લાલ આંખ કરી છે. દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા આજે (તા. 25/04/2025) કર્ણાવતી ક્લબની સામે આવેલી ઇસ્કોન ગાંઠિયા, કર્ણાવતી સ્નેક્સ, રજવાડી ચા, ગાત્રાળ ટી સ્ટોલ, ગજાનંદ પૌંઆ હાઉસ સહિત 12 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી દુકાનો દ્વારા તેમના ગ્રાહકો માટે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા નહીં કરવાના કારણે કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર એસ્ટેટ વિભાગ દ્વારા આ દુકાનોને તેમના ગ્રાહકો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે લેખિત તેમજ મૌખિક સૂચનાઓ વારંવાર આપવામાં આવી હતી. દુકાનદારોએ પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે બાંહેધરી પણ આપી હતી, પરંતુ તેમ છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. જેના પરિણામે એસજી હાઇવે પર વાહનોના પરિવહનમાં ભારે મુશ્કેલી સર્જાતી હતી. ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને અને વાહનોની અવરજવર સરળ બનાવવા માટે આખરે એસ્ટેટ વિભાગે કડક કાર્યવાહી કરતા 12 દુકાનોને સીલ મારી દીધી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબની સામે દરરોજ સાંજે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે. સર્વિસ રોડ પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને 100 મીટર સુધી વાહનોનો ખડકલો જોવા મળે છે. લોકો પોતાની ગાડીઓ રોડ પર ગમે ત્યાં પાર્ક કરીને જતા રહેતા હોવાથી આ સમસ્યા વધુ વકરી હતી.
એસ્ટેટ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરના અન્ય વિસ્તારોમાં પણ જો ખાણીપીણીની દુકાનો કે કોમ્પ્લેક્સમાં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા નહીં હોય તો તેમની સામે પણ આ પ્રકારની સીલિંગની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર હવે ગેરકાયદેસર પાર્કિંગને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી અને ટ્રાફિકની સમસ્યાને નાથવા માટે કડક પગલાં ભરવા માટે તૈયાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech