શિયાળાના આગમનની સાથે જ ખાણી-પીણીથી લઈને કપડા સુધી દરેક વસ્તુમાં બદલાવની જરૂર છે. લોકો ઠંડીથી પોતાને બચાવવા માટે તમામ પ્રયાસો કરે છે પરંતુ પ્રાણીઓને પણ ઠંડીથી બચાવવાની જરૂર છે. આજકાલ ઘણા લોકોના ઘરમાં કૂતરા કે બિલાડી જેવા પાલતુ પ્રાણી હોય છે. ઘરમાં હાજર પ્રાણીઓની સંભાળ રાખવી એ પણ આપણી જવાબદારી છે. કારણ કે ઠંડી તેમની શારીરિક સ્થિતિ અને સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
જો ઘરમાં કૂતરા કે બિલાડી જેવા પાલતુ પ્રાણી છે, તો આ સમયે તેમની કાળજી લેવી જોઈએ. કારણ કે મૂંગા પ્રાણીઓ કંઈ કહી શકતા નથી પરંતુ ઠંડી તેમના શરીરને પણ અસર કરે છે. તેથી શિયાળામાં પ્રાણીની સંભાળ રાખવા માટે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
જગ્યાની સંભાળ રાખો
પાલતુ પ્રાણીને ઠંડીથી બચાવવા માટે ગરમ અને આરામદાયક સ્થળ પસંદ કરો. ખાસ કરીને રાત્રે જ્યારે ખૂબ જ ઠંડી હોય છે. તેમને એવી જગ્યાએ રાખો જ્યાં તેઓ ઠંડીથી સુરક્ષિત હોય. આ સાથે તેમના માટે તેમના પલંગ પર ધાબળો અથવા ગરમ ચાદર રાખી શકો છો.
સ્વેટર અને જેકેટ
કૂતરા અને બિલાડી જેવા પાલતુ પ્રાણીને કપડા પહેરાવી શકો છો. તેના માટે ગરમ કપડાં જેમ કે સ્વેટર અને જેકેટ્સ બજારમાં અથવા ઑનલાઇન સરળતાથી મેળવી શકો છો. ખાસ કરીને જ્યારે તેઓ બહાર જતી વખતે તેમને તે કપડાં પહેરાવી શકો છો. આ તેમની ત્વચા અને શરીરને ઠંડીથી બચાવે છે.
ફ્લોર પર ન સૂવા દો
શિયાળામાં ફ્લોર ઠંડો હોય છે, તેથી પાલતુ પ્રાણીને ઠંડા ફ્લોર પર ન સૂવા દો, કારણ કે તે તેમના સાંધા અને હાડકાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, તેમના માટે એક નાનો પલંગ બનાવો અને તેમના ધાબળાને અલગ રાખો. તેમના પલંગને હંમેશા ઊંચાઈએ રાખો, જેથી તેઓ ઠંડીથી બચી શકે.
મોઇશ્ચરાઇઝિંગ અને સફાઇ
પાલતુ પ્રાણીની ત્વચાને શુષ્ક થવાથી બચાવવા માટે ખાસ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરી શકો છો. આ સરળતાથી પાલતું પ્રાણી(પેટ)ની દુકાનો અથવા ઓનલાઈન મેળવી શકો છો. આ સાથે તેમની સ્વચ્છતાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખો. તેમના કપડાં અને પથારી સાફ રાખો. પાલતુ પ્રાણીઓને શિયાળામાં નહાવાની બહુ જરૂર નથી હોતી પરંતુ જો તેઓ ગંદા થઈ જાય તો તેમને નવડાવવા જરૂરી છે. આ માટે ખૂબ ગરમ અથવા ઠંડા પાણીનો ઉપયોગ કરશો નહીં.
આહારમાં ફેરફાર
પાલતુ પ્રાણીઓને શિયાળામાં પૂરતું પાણી પીવા માટે પ્રોત્સાહિત કરો, કારણ કે તેઓ ઠંડા હવામાનમાં ઓછું પાણી પી શકે છે. તેથી, પાણીના બાઉલને એવી જગ્યાએ રાખો જ્યાં તેમનું ધ્યાન સરળતાથી વાળી શકાય. તેમજ ઋતુ પ્રમાણે તેમને ખવડાવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech