જામનગરમાં ચોરાઉ મોબાઇલ સાથે ટાબરીયો પકડાયો

  • October 18, 2023 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક મહીના પહેલા સાત રસ્તા નજીક બાઇકના ખાનામાંથી ચોરી કયર્નિી કબુલાત


જામનગરના સાત રસ્તા નજીક બાઇકના ખાનામાંથી મોબાઇલની ચોરી કરનાર સગીરને એલસીબીની ટુકડીએ મોબાઇલ સાથે પકડી પાડયો હતો.


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી જામનગર જીલ્લામાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના કરતા જે અનુસંધાને એેલસબી પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન્ મુજબ પીએસઆઇ પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ એસ.પી. ગોહીલ, તથા પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, કાસમ બ્લોચ તથા હિતેન્દ્રસિંહ સોઢાને મળેલ હકિકત આધારે જામનગર શહેરમાં સાત રસ્તા, ટ્રાવેલ્સની બાજુમાંથી કાયદાથી સંઘર્ષિત કિશોરને એકાદ મહિના પહેલા ગુદ્વારા પાસે, એકસેસ મોટરસાયકલના ખાનામાંથી ચોરી કરેલ સેમસંગ મોબાઇલ કિ. 25.000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application