તાપતી પન્નુ લક્ષ્મીજીનો હાર પહેરવાને કારણે નેટિઝન્સનો ટાર્ગેટ બની

  • March 22, 2023 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ટ્રોલર્સે કહ્યુંઃ શરમ કરો, આવા કપડા પહેરી જ્વેલરીમાં ભગવાનને સામેલ કર્યા
  • લેકમે ફેશનવીકમાં ખુબસુરત બેબી ગર્લ ડીપનેક ગાઉનમાં આવી હતી



અક્ષયકુમારની એક્શન ફિલ્મમાં ચમકેલી બેબી તાપસી પન્નુ આજકાલ શાહરુક ખાન સાથેની રાજકુમાર હિરાણીની ફિલ્મ ડંકીને કારણે ચર્ચામાં છે. તાપસી તેના ઉગ્ર સ્વભાવને કારણે પણ જાણીતી છે. ઘણી વખત પાપારાઝીઓ અને પત્રકારો સાથે તેની રકઝક થતી રહી છે. હવે તેને લોકોએ એક હારને કારણે ધાર્મિક લાગણી દુભાતા ટ્રોલ કરવા માંડી છે.

ફિલ્મોની સાથે સાથે પોતાના બિંદાસ સ્વભાવ માટે જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઈંસ્ટાગ્રામ પર તેમને 20 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. જ્યાં તે દરરોજ પોતાની તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. જો કે, હવે તેની એક પોસ્ટ પર લોકો ભડકી ઉઠ્યા છે અને તેને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

વાસ્તવમાં  બોલીવૂડ કેટલીક અભિનેત્રીઓ હાલમાં જ લૈક્મે ફૈશન વીકમાં સામેલ થઈ હતી અને તેમણે રેમ્પ પર પોતાના જલવા વિખેર્યા હતા. તેમાં તાપસી પન્નૂ પણ આ ફૈશન વીકમાં ભાગ લેવા આવી હતી. આ દરમ્યાન તે રેડ કલરની ડિપનેક રિવલિંગ ડ્રેસ પહેરીને નજર આવી હતી. તો વળી આ ડ્રેસની સાથે ગળામાં એક હાર પહેર્યો હતો. જેમાં માતા લક્ષ્મીની મૂર્તિ બનેલી હતી. તો વળી આ ડ્રેસની સાથે માતા લક્ષ્મીનો હાર પહેરવાને લઈને તાપસી હવે ટ્રોલર્સના ટાર્ગેટ પર આવી ગઈ છે.

તાપસીને ટ્રોલ કરતા એક યુઝર્સે લખ્યું કે... શરમજનક છે તાપસી. એકદમ બકવાસ, કોઈ પણ ધર્મનું સિંબોલ કેવી રીતે રજૂ કરવું  તે એક સેલિબ્રિટી તરીકે આપને ખબર હોવી જોઈએ. બીજાએ લખ્યું કે, આવા વલ્ગર ફોટો સાથે માતા લક્ષ્મીનો હાર પહેરેલો છે, તને શરમ જેવું કંઈ છે કે નથી. એક યુઝર્સે લખ્યું કે, સાચી વાત, વલ્ગર ફોટોમાં માતા લક્ષ્મીનું અપમાન છે આ. તો વળી અન્ય એક યુઝર્સે લખ્યું કે, શું બકવાસ છે આ, આવા કપડા પહેરીને જ્વેલરીમાં ભગવાનને સામેલ કરવા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application