બિગ બોસ ફેઇમ અભિનેતા ડ્રગ્સ કેસમાં જેલમાં ગયો હતો
બિગ બોસ ફેઇમ એઝાઝ ખાન રાજકારણમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે.. અને તેણે તેના નિશાન ડમ્બલ્સ સાથે પોતાના પાર્ટીનું એલાન કર્યું છે.20 મેના મુંબઇમાં યોજાનારી ચૂંટણીમાં એઝાઝ ખાને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સિસ્ટમમાં આવીને બદલાવ લાવવાની વાત કરતો એઝાઝ ખાન ઇચ્છે છે કે, હાલમાં તેમને મંદિર મસ્જિદની નહીં પણ સ્કૂલની જરૂર છે. તેણે મુંબઇ ઉત્તર-મધ્ય લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પણ નોંધાવી છે.
પોતાના વિરોધીઓને ચેલેન્જ કરતાં એઝાઝ ખાન કહે છે.. હવે હું કોઇનાથી ડરતો નથી.. હું 15 વર્ષથી સમાજ માટે કામ કરી રહ્યો છું.. હું બિગ બોસના ઘરમાં રહી ચુક્યો છું.. અને જીવનમાં સાચા બિગ બોસના ઘર એટલે કે જેલમાં પણ મે ઘણો સમય વિતાવ્યો.. મને હવે કોઇનો ડર નથી.. હું બસ દેશની જનતાની સેવા કરવા માંગુ છું.. અને તેમને સારુ શિક્ષણ... મેડિકલ સેવા.. વીજળી અને પાણીની પાયાની જરૂરિયાત મળે તે હું ઇચ્છુ છું.. મૂળ અમદાવાદમાં જન્મેલો એઝાઝ ખાન.. બિગ બોસ-7થી ઘર ઘરમાં પ્રખ્યાત થયો હતો.. અને હવે તે રાજકારણમાં ઉતરીને તેના ફેન્સને તેના માટે વોટીંગ કરવાની અપિલ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગાયત્રી પરિવાર દ્વારા આગામી તા. ર3 ના રોજ રાષ્ટ્રીય કલ્યાણ અર્થે ઘેર ઘેર કરાશે યજ્ઞ
May 20, 2024 11:33 AMરાજયમાં વિતરણ વ્યવસ્થા ખોરવાતાં લાખો ગરીબો તુવેરદાળથી વંચિત રહ્યા
May 20, 2024 11:30 AMજામનગરમાં શગુન ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગનું 90 ટકાથી વધુ રીઝલ્ટ
May 20, 2024 11:28 AMખંભાળિયાના રહેણાંક વિસ્તારમાં આગનું છમકલું
May 20, 2024 11:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech