રાજયમાં વિતરણ વ્યવસ્થા ખોરવાતાં લાખો ગરીબો તુવેરદાળથી વંચિત રહ્યા

  • May 20, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં રાહતદરે ગરીબોને મળતા અનાજમાં યારથી તુવેરદાળનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી તેના વિતરણમાં અનેક સમસ્યાઓ ઉભી થઇ રહી છે. વેપારીઓના વાંકે ગરીબ પરિવારોના ઘરમાં સસ્તી તુવરદાળ પહોંચી શકતી નથી. સૌને માટે અન્ન યોજના જેવા પકડાં નામ વહેતા કરાય છે પરંતુ વાસ્તવિકતા અલગ જોવા મળી રહી છે.

રાયના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તેમજ તેના હેઠળ આવતા નાગરિક પુરવઠા નિગમ દ્રારા રેશનીંગ કાર્ડધારકોને દર મહિને અનાજ, તેલ અને કઠોળ જેવી ચીજવસ્તુઓનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે. પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રેશનીંગની દુકાનોએથી તુવેરદાળનું વિતરણ શ કરવામાં આવી રહ્યું છે પરંતુ દિવાળીના તહેવારોમાં જે રીતે વિતરણ વ્યવસ્થા ખોરવાઇ હતી તેવી રીતે લોકસભાની ચૂંટણીના સમયમાં પણ ખોરવાઇ ચૂકી છે, પરિણામે બે મહિનાથી પુરતો જથ્થો વિતરિત થતો નથી.

એપ્રિલ મહિનામાં તુવેરદાળનું પુરતું વિતરણ થઇ શકયું ન હતું તેમ મે મહિનામાં પણ હજી સુધી માત્ર ૧૩ ટકા વિતરણ થઇ શકયું છે. વેપારીઓની અનિયમિતતા તેમજ અપૂરતા વિતરણના કારણે લાખો પરિવારોને તુવેરદાળ મળતી નથી. દાળનો પુરતો જથ્થો સમયસર વિતરણ કરવા માટે રાયના ફેરપ્રાઇઝ શોપ્સ એસોસિયેશને પુરવઠા વિભાગ તેમજ નિગમના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે
.
આ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે ગરીબ લાભાર્થીઓને રાયની ૧૭ હજાર જેટલી રેશનિંગની દુકાનોએથી દર મહિને ૫૦ પિયે પ્રતિકિલોના ભાવથી તુવેરદાળ આપવામાં આવે છે પરંતુ નક્કી કરેલા વેપારીઓ સમયસર તેનો જથ્થો પુરવઠાના ગોડાઉન સુધી પહોંચાડી શકતા નહીં હોવાથી છેલ્લા બે મહિનાથી આ મુશ્કેલી ઉભી થઇ છે.
તેમણે જણાવ્યું કે કેટલાક સપ્લાયરો હલકી કવોલિટીનો માલ લાવતા હોવાથી પુરવઠા નિગમમાં તેનું ચેકિંગ થયા પછી જથ્થો રવાના કરવામાં આવે છે. ઘણાં વેપારીઓના સેમ્પલ ફેઇલ થઇ જાય છે. જે વેપારીઓ ગુણવત્તાયુકત તુવેરદાળ પહોંચાડી શકતા નથી તેની જગ્યાએ બીજા સપ્લાયરો પસદં કરવામાં આવે છે તેથી વિતરણમાં વિલબં થઇ રહ્યો છે. અમે આ અંગે નિગમના એમડીને રજૂઆત પણ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News