રાજકોટમાં ટી.આર.પી. ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચિંગ બાદ તેમના સગાઓને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગર એફ.એસ.એલ.માંથી ડી.એન.એ. મેચિંગનો રિપોર્ટ આવ્યા પછી સગાઓને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આજે અન્ય ત્રણ લાપતા વ્યક્તિના સગાવ્હાલા બહારગામ હોવાથી આજે ડી.એન.એ. સેમ્પલ લેવામાં આવ્યા હતા.
મંગળવારે સાંજ સુધીમાં કુલ મળીને ૨૪ મૃતદેહની ડી.એન.એ. મેચિંગના આધારે ઓળખ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ ૧૯ મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે.
જેમાં જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.૩૪), સ્મિત મનીષભાઈ વાળા (ઉ.૨૨), સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.૨૧), સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા(ઉ.૩૦), આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.૧૯), હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.૨૦), ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.૩૬), વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.૨૪), સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.૨ર), નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.૧૯), જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.૪૫), ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૨), વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.૪૦), દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૨), રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.૧૫), નિરવ રસીકભાઈ વેકરીયા (ઉ.૨૦-૨૫), શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.૨૫), ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.૨૪), વિવેક અશોકભાઈ દૂસારા (ઉ.૨૮)નો સમાવેશ થાય છે.
એફ.એસ.એલ.નો રિપોર્ટ આવે ત્યારે રાજકોટ પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા સંકલનમાં રહીને દર્દીઓના સગાઓનો સામેથી સંપર્ક કરીને બોલાવી તેમને વિધિવત રીતે મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે.
રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યાં બાદ બ્રજેશ ઝા એ રાજકોટ શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ACP ક્રાઇમ, ડીસીપી ક્રાઇમ, SP અને રાજકોટના તમામ PI મીટિંગમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં ટીઆરપી ગેમ ઝોનની ઘટના અંગે ચાલી રહેલ તપાસની દિશા, આરોપીઓની પુછપરછ, ફરાર આરોપીઓની શોધખોળને લઈને જરૂરી પુછપરછ કરવાની સાથે કમિશ્નરે દિશા નિર્દેશ આપ્યા હતા. મૃતકોના સ્વજનનોને મૃતદેહ સોંપવાની જવાબદારી જે-તે વિસ્તારના PIને સોંપાવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMગરમ પાણી કે ચાના થર્મોસમાંથી દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઉપાય
January 22, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech