કોરોના બાદ માનવીય શરીરમાં સાઇડ ઇફેકટ વધી છે. જેમાં નાબૂદ જેવા થઇ ગયેલા કે નહીંવત દેખાતા ટી.બી.ના દર્દીઓમાં કોરોના પછી રાજકોટ જિલ્લ ામાં ટી.બી.ના કેસમાં વધારો કે ઉછાળો આવતા તત્રં સાબદુ થયું છે. ટી.બી. નિમૃલ્ય અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લ ા આરોગ્ય તત્રં દ્રારા ૧૦૦ દિવસ સુધી કેમ્પેઇન ચલાવવામાં આવશે. જાગૃતતાથી લઇ સારવાર સુધીની કામગીરી ગામડાઓમાં જઇને કરાશે.
કલેકટર પ્રભવ જોષીના જણાવ્યા મુજબ ટી.બી.ના કેસ રાજયસ્તરે વધતા દેખાતા, રાજય સરકાર દ્રારા ટી.બી. નિમૃલ્ય કરવાના હેતુસર ૧૦૦ દિવસ તા.૭ ડિસેમ્બરથી ૨૪ માર્ચ સુધી અભિયાન ચલાવવા સુચના અપાઇ છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લ ા આરોગ્ય તંત્રને ટી.બી. સામે જાગૃતિથી લઇ ચકાસણી સુધીની કામગીરી કરવા અને આવા દર્દી મળે તો સારવારમાં મુકવા આદેશ કરાયા છે.
રાજકોટ જિલ્લ ામાં ગ્રામ્ય સ્તરે ગામડાઓમાં આશા વર્કર્સ તેમજ સ્થાનિક તંત્ર, ગ્રામ પંચાયતની મદદ લઇને ગામડાઓમાં ગ્રામજનોને ટી.બી. બાબતે જાગૃત કરવામાં આવશે. આ બાબતે કેમ્પેઇન ચલાવાશે. પેમ્પ્લેટ વિતરણ, ટી.બી. કેવી રીતે થાય, કેવી રીતે બચી શકાય, ટી.બી. થાય તો શું સારવાર, ટી.બી.ના લક્ષણો સહિતની બાબતે સમજણ આપી જાગૃત કરાશે.
ટીબી ૬૦ વર્ષથી ઉંમરની વ્યકિતઓ, અશકત, ડાયાબીટીક, બેથી પાંચ વર્ષમાં ટી.બી. થયા હોય અને સ્વસ્થ થયા હોય તેવા દર્દીઓની મુલાકાત લઇને ચકાસણી કરાશે.
ટી.બી. સંદર્ભે જિલ્લ ા ક્ષય નિવારણ અધિકારી ડો.ઘનશ્યામ મહેતાના જણાવ્યા મુજબ અત્યારે રાજકોટ જિલ્લ ામાં ૧૦૦૦ જેટલા દર્દીઓ છે. ટી.બી. નિમૃલ્ય અભિયાનમાં લોકોને જાગૃત કરાશે. ૧૦૦ દિવસ દરમિયાન બે લાખથી વધુ લોકોને ચેક કરવાનો અંદાજ છે. ટી.બી. થયેલા હોય તેવા વ્યકિતઓ અને અત્યારે ટી.બી.ના દર્દીઓના સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોને પણ ખાસ ચેક કરાશે. જરૂર પડયે આવા વ્યકિતઓના લેબ પરિક્ષણ કરાવવામાં આવશે. ગડફાના સેમ્પલ લેવાશે કે અન્ય રીતે ચકાસણી કરવામાં આવશે.
કોરોના થયો હોય કે કોરાના લહેરમાં લોકોની રોગ પ્રતિકારક શકિત ઓછી થઇ ગઇ હતી. જેથી કોરોનામાં ફેફસાને ઇન્ફેકશન, ન્યુમોનિયા થતા હોવાથી આ રોગ સીધા ટી.બી.ના જીવાણુને હાવી થવામાં મદદરૂપ બને છે. ફેફસામાં ઇન્ફેકશન, ન્યુમોનીયાથી ટી.બી. થવાની સંભાવનાઓ વધતી હોવાથી કોરોના પછી ટી.બી.ના દર્દીઓ વધ્યા હોવાના બીન સત્તાવાર રીતે તબીબના સૂત્રોમાંથી જણાવાઇ રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech