ટી-20 વર્લ્ડ કપ: ભારતીય ટીમ આજે બાંગ્લાદેશ સામે ટકરાશે

  • June 22, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની જીતનો સિલસિલો ચાલુ છે. ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ સુપર-8માં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. હવે ભારત આજે બાંગ્લાદેશ સામે ટકરાશે. સુપર-8માં ટીમ ઈન્ડિયા માટે કોઈપણ ભોગે પોતાના ગ્રુપમાં ટોચ પર રહેવું જરૂરી છે. જો ભારતીય ટીમ આવું નહિ કરે તો 27 જૂને યોજાનારી સેમીફાઈનલમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સુપર-8માં એક ગ્રૂપમાં ચાર ટીમો છે અને દરેક ગ્રૂપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. જ્યારે, સેમિફાઇનલમાં જે ટીમ જીતશે તે ફાઇનલ રમશે. બંને સેમિફાઇનલ 27 જૂને જ રમાશે. પ્રથમ સેમિફાઇનલ ત્રિનિદાદમાં રમાશે અને બીજી સેમિફાઇનલ ગયાનામાં રમાશે.
આઈસીસી દ્વારા બનાવવામાં આવેલી પ્લેઇંગ-11 શરતો અનુસાર, જો ભારતીય ટીમ સુપર-8માં તેના ગ્રુપ્ની તમામ મેચો જીતીને ટોચ પર રહે છે, તો તેને બીજી સેમિફાઇનલ એટલે કે ગયાનામાં રમવી પડશે. આઈસીસીએ નિર્ણય લીધો હતો કે ટીમ ઈન્ડિયા ગયાનામાં માત્ર બીજી સેમીફાઈનલ રમશે. જોકે તેમાં એક ટ્વિસ્ટ છે. જો ભારતીય ટીમ તેની તમામ મેચો જીતીને ગ્રૂપમાં ટોચ પર રહે છે, તો સેમિફાઇનલમાં વરસાદના કિસ્સામાં તેને ફાયદો થશે. આઈસીસી ત્રિનિદાદમાં પ્રથમ સેમિફાઇનલ માટે અનામત દિવસ રાખ્યો છે, પરંતુ બીજા સેમિફાઇનલ એટલે કે ગયાનામાં સેમિફાઇનલ માટે કોઈ રિઝર્વ ડે નથી. જો 27 જૂને પ્રથમ સેમિફાઇનલમાં વરસાદ થશે તો આ મેચ 28 જૂને રમાશે. જો કે ગયાનામાં વરસાદ પડે અને મેચ કેન્સલ થાય તો સુપર-8માં ટીમોની સ્થિતિના આધારે નિર્ણય લેવામાં આવશે.
જો ભારતીય ટીમ સુપર-8ના ગ્રુપ-1માં બીજા ક્રમે આવે છે અને ગ્રુપ-2ની ટોચની ટીમનો સામનો કરશે તો ગ્રુપ-2ની ટોચની ટીમ ફાઇનલમાં પહોંચશે. આ કારણે ટીમ ઈન્ડિયા માટે 24 જૂને બાંગ્લાદેશ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને હરાવવું મહત્વપૂર્ણ બની ગયું છે. જો ટીમ ઈન્ડિયા આ બંને મેચ જીતે તો તે ટોપ પર રહેશે અને તેનો મુકાબલો ગ્રુપ-2ની બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે. ત્યારે જો સેમીફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો ટીમ ઈન્ડિયાને કોઈ ખતરો નહીં રહે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News