કોડીનારના દામલી ગામના વિદ્યાર્થીઓને એસટીની સુવિધા આપવામાં તંત્રની દાંડાઇ

  • February 16, 2023 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનારના દામલી ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે દરરોજ કોડીનાર આવે છે અને આ મુસાફરી તેઓ પગપાળા અથવા તો ખાનગી વાહનોમાં જીવના જોખમે કરી રહ્યા છે. જે બાબતે દામલી ગામના સરપંચ ભરતભાઇ સોલંકી તથા યુવા અગ્રણી પુનાભાઇ સોલંકી દ્વારા ડેપો મેનેજર કોડીનાર તથા વિભાગીય નિયામક અમરેલીને આ શૈક્ષણિક સત્રની શરૂઆતમાં લેખિત જાણ કરી હતી. ડેપો મેનેજર કોડીનારને તો આ બાબતે અનેકવાર રૂબરૂ પણ મળવા ગયા છે છતાંય પણ આ બાબતે ડેપો મેનેજર કોડીનાર દ્વારા કોઇપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. આજની તારીખે ડેપો મેનેજર કોડીનાર દ્વારા ન તો સરપંચની મુલાકાત કે સ્થળ તપાસ પણ કરેલ નથી. જીવના જોખમે મુસાફરી કરતા વિદ્યાર્થી બાબતે આ અધિકારનો કુંભકર્ણ નિંદ્રામાંથી કયારે જાગશે એ તો સમય ન બતાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application