ખાંભાના રાયડી ગામે બે પક્ષો વચ્ચે તલવાર, પથ્થરથી મારામારી: સામસામે ફરિયાદ

  • January 17, 2023 06:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી ગામમાં બે પક્ષો વચ્ચે નાનકડી બાબતોને લઈને થયેલા ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું.બંને પક્ષોએ સામસામે મારામારી કરતા મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતો. 
​​​​​​​
ખાંભાના રાયડી ગામે રહેતા દિનેશભાઇ કરશનભાઇ જોગદીયા (ઉ.વ.૪૦) એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે,ચંપુભાઈ જયતાભાઈ માંગાણી,હકાભાઈ જેરામદાસ અગ્રાવત ,શિવરાજભાઈ જયતાભાઈ માંગાણી તેમની મોટર સાઇકલ સ્પીડમાં ચલાવી રહ્યા હતા.જેથી અહીં બાળકો રમી રહ્યા હોવાને કારણે દિનેશભાઈએ તમામને મોટર સાઇકલ ધીમે ચલાવવાનું કહેતા તેનો ખાર રાખીને ત્રણેય શખ્સોએ દિનેશભાઇને પકડી રાખ્યા અને અન્ય એક શખ્સ મુન્નાભાઈ જેરામદાસ અગ્રાવતએ તલવારનો એક ઘા માથાના ભાગે મારી અને જ્ઞાતિપ્રત્યે હડધૂત કરી અપમાનિત કરી અને ગાળો આપી હતી.તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ બનાવને પગલે એટ્રોસિટી એક્ટ મુજબ ચારેય શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
તો બીજી તરફ સામે પક્ષે મનહરદાસ ઉર્ફે મુનાભાઇ જેરામદાસ અગ્રાવત (ઉ.વ.૩૯) એ ફરિયાદ નોંધાવી હતી કે,દિનેશભાઇ કરશનભાઈ જોગદીયાના દીકરા પુરઝડપે ટ્રેકટર ચલાવવા બાબતે તેમને ઠપકો આપતા જેનું મનદુ:ખ રાખીને દિનેશભાઈ મુનાભાઇના ઘરે જઈને જેમ ફાવે તેમ ગાળો આપી તેમજ છુટા પથ્થરનો ઘા મારી જેરામદાસને મોઢાના ભાગે તથા નાકના ભાગે ઇજા કરી હતી.તેમજ દિનેશભાઈની સાથે આવેલા સંજયભાઈ કરશનભાઇ જોગદીયા તેમજ પ્રેમિલાબેન કરશનભાઇ જોગદીયાએ મનીષાબેન તથા હંસાબેનને ગાળો આપો અને ઢીકાપાટાનો મુંઢમાર માર મારી છુટા પથ્થરનો ઘા કરી ઈજાઓ કરી હતી.તેમજ મુન્નાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application