પુત્રનું ધ્યાન ન હટે તેથી ફોન પણ ન કર્યો: મેડલ જીત્યા બાદ સ્વપ્નિલના માતા-પિતા થયા ભાવુક
ભારતના સ્વપ્નિલ કુસલે, પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ભારતને તેનો પ્રથમ બ્રોન્ઝ મેડલ અપાવ્યો. ક્વોલિફિકેશનમાં સાતમા ક્રમે રહેલા સ્વપ્નીલે આઠ શૂટર્સની ફાઇનલમાં 451.4નો સ્કોર કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. પોતાના પુત્રને ગૌરવ અપાવ્યા બાદ તેના માતા-પિતાએ કહ્યું કે તેમને વિશ્વાસ હતો કે તેમનો પુત્ર દેશ માટે મેડલ જીતશે.
સ્વપ્નિલના પિતાએ કોલ્હાપુરમાં પત્રકારોને કહ્યું, અમે તેને તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા દીધું અને ગઈકાલે ફોન પણ કર્યો ન હતો. તેણે કહ્યું, છેલ્લા 10-12 વર્ષથી તે ઘરથી દૂર છે અને તેના શૂટિંગ પર ધ્યાન આપી રહ્યો છે. તેણે મેડલ જીત્યો ત્યારથી અમને સતત ફોન આવી રહ્યા છે. સ્વપ્નિલની માતાએ કહ્યું, તે સાંગલીની પબ્લિક સ્કૂલમાં હતો ત્યારે તેને શૂટિંગમાં રસ જાગ્યો. બાદમાં તે તાલીમ માટે નાસિક ગયો હતો.
આ ગેમ્સમાં ભારતનો આ ત્રીજો બ્રોન્ઝ છે. અગાઉ મનુ ભાકરે મહિલા 10 મીટર એર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ કેટેગરીમાં સરબજોત સિંહ સાથે બ્રોન્ઝ જીત્યો હતો. ભારતના ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ વખત શૂટરોએ એક જ ગેમ્સમાં ત્રણ મેડલ જીત્યા છે. પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં ચીનના લિયુ યુકૂને (463.6) ગોલ્ડ અને યુક્રેનના સેરહી કુલીશે (461.3) સિલ્વર જીત્યો હતો.
સ્વપ્નિલ 2015થી મધ્ય રેલવેમાં નોકરી કરે છે. તેના પિતા અને ભાઈ જિલ્લાની શાળામાં શિક્ષક છે અને માતા ગામના સરપંચ છે. પોતાના પ્રદર્શન પર તેણે કહ્યું, 'અત્યાર સુધીનો અનુભવ ઘણો સારો રહ્યો છે. મને શૂટિંગ કરવું ગમે છે અને મને આનંદ છે કે હું આટલા લાંબા સમયથી તે કરી શક્યો છું. મનુ ભાકરને જોયા બાદ મારો આત્મવિશ્વાસ વધ્યો છે. જો તે જીતી શકે તો આપણે પણ જીતી શકીએ. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં ત્રણ મેડલ જીત્યા છે. ત્રણેય મેડલ શૂટિંગમાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech