રિમાન્ડ પર રહેલા સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ સાહિત્ય બાબતે એટીએસને મચક નથી આપતા કે શું?

  • February 05, 2024 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ પોલીસ તોડકાંડ મામલે સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટ ની ચાર દિવસના રિમાન્ડ અંતર્ગત બેંક એકાઉન્ટ સહિતના મામલે એટીએસ ની ટીમ દ્વારા પૂછપરછનો ધમધમાટ જુનાગઢ એસઓજી ઓફિસેી સાહિત્ય કબજે કરાયું જુનાગઢ ખાતે આવેલ તરલ ભટ્ટના મકાનમાં રેન્જ આઈ જી ની સૂચનાી સસ્પેન્ડ હોવા અંગે નોટિસ લગાવાઇ છે.
​​​​​​​
જુનાગઢ એસઓજી પોલીસ ના તોડકાંડ મામલે ફરાર યેલા સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટને ઝડપી લીધા બાદ શનિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સો એટીએસની ટીમ દ્વારા તરલ ભટ્ટના૧૩ મુદ્દાઓ ઉપર તપાસ કરવા ૧૪ દિવસના રિમાન્ડની માંગ સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સરકારી વકીલ નિરવભાઈ પુરોહિત અને બચાવ પક્ષના વકીલ જયદેવભાઈ જોશી એ સામસામે દલીલો રજૂ કરી હતી. કોર્ટે બંને પક્ષની દલીલોને ધ્યાને લઈ ઇન્ચાર્જ પ્રિન્સિપલ જિલ્લ ા ન્યાયાધીશ બીનાબેન ઠક્કરે તરલ ભટ્ટના તા.૭ ના બપોરના ચાર વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરાયા હતા. કોર્ટમાં જાણે કે કોઈ નેતાઓનું આગમન હોય તેમ આરોપીને રજૂ કરવા પોલીસના ધાડેઘાડા ઉતારી દીધા હતા. રિમાન્ડ મંજૂર તા એટીએસ ની ટીમ દ્વારા કોટ સંકુલેી સીધા જ ઝાંઝરડા રોડ પર આવેલ એસ ઓ જી ની ઓફિસે પહોંચી દરેક રૂમ અને ખાતાઓની તપાસ કરી હતી આ ઉપરાંત તોડકાંડમાં સંડોવાયેલા ફરાર એસઓજી ના પી.આઈ ગોહિલ ના ચેમ્બર ની તલાસી લઈ રૂમની તપાસ કરવામાં આવી હતી. સમગ્ર બાબતે એટીએસ દ્વારા તરલ ભટ્ટની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને મુખ્યત્વે ફ્રિજ કરેલ બેંક એકાઉન્ટ ની માહિતી અને અન્ય કોઈ શકબંધો સંડોવાયેલા છે કે કેમ તે અંગે પૂછપરછની કાર્યવાહી હા ધરાઈ હતી. એટીએસ દ્વારા જુનાગઢ ખાતે પૂછપરછ બાદ તરલ ભટ્ટને અમદાવાદ લઈ ગઈ હતી જેમાં વધુ મુદ્દાસર વિવિધ માહિતી અંગે પૂછપરછ અંગેની કામગીરી કરવામાં આવી રહી છે સમગ્ર મામલે જુનાગઢ રેન્જ આઇ.જી નિલેશ ઝાંઝડીયા ના આદેશી પોલીસની ટીમે તરલ ભટ્ટના મકાન પર સસ્પેન્ડ કર્યા અંગેની નોટિસ લગાવવામાં આવી હતી.
બે દિવસથી એટીએસની રિમાન્ડ કસ્ટડીમાં રહેલા સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ પાસેથી કોઈ મહત્વની કે ઠોંસ કડી એટીએસને હજી સુધી પ્રાપ્ત થઈ નથી અથવા તો જાહેર નથી કરાઈ. સાયબર ક્રાઈમમાં માસ્યર માઈન્ડ તરલ ભટ્ટ બે પેનડ્રાઈવ, લેપટોપ, ત્રણ મોબાઈલ ફોન કબજે કરવા એટીએસ દ્વારા કવાયત કરાઈ રહી હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application