Surya Grahan 2024: વર્ષના પ્રથમ સૂર્યગ્રહણનું Live સ્ટ્રીમિંગ આજે અહીં જોઈ શકશો

  • April 08, 2024 07:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો તમે સૂર્યગ્રહણ જોવા માંગો છો તો તમારે અમેરિકા કે કેનેડા જવાની જરૂર નથી પણ તમે ઘરે બેઠા જ આ નજારાને તમારી આંખોથી નિહાળી શકો છો. તેના માટે નાસાનું લાઈવ સ્ટ્રીમ રાતે શરૂ થવા જઈ રહ્યું છે. અમેરિકન સ્પેસ એજન્સી 8 એપ્રિલે ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે તેનું લાઈવ સ્ટ્રીમ શરૂ કરશે. લાઈવ સ્ટ્રીમિંગ બપોરે 1:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. સૂર્યગ્રહણ લાઈવ જોવા માટે આ લિંક પર લાઈવ જોઈ શકાશે.


https://www.youtube.com/watch?v=2MJY_ptQW1o


સૂર્ય ગ્રહણ 2024 નો સમય

સૂર્યગ્રહણ આજે એટલે કે 8 એપ્રિલે રાત્રે 9:12 વાગ્યે શરૂ થશે અને 9 એપ્રિલના રોજ સવારે 2:22 વાગ્યે સમાપ્ત થશે. આ કારણે આ વખતે સૂર્યગ્રહણનો સમયગાળો 5 કલાક 10 મિનિટનો રહેશે. આ સમયગાળા દરમિયાન, 4 મિનિટ અને 11 સેકન્ડ માટે આકાશમાં સંપૂર્ણ અંધકાર છવાઈ જશે.


સૂર્યગ્રહણ ક્યાં દેખાશે?

આ સૂર્યગ્રહણ મેક્સિકો, ઉત્તર અમેરિકા, કેનેડા, જમૈકા, આયર્લેન્ડ, ઉત્તર પશ્ચિમ ઈંગ્લેન્ડ, ક્યુબા, ડોમિનિકા, કોસ્ટા રિકા, પશ્ચિમ યુરોપ, ફ્રેન્ચ પોલિનેશિયા, પેસિફિક, એટલાન્ટિક અને આર્કટિકમાં દેખાશે. આ ગ્રહણ સૌપ્રથમ મેક્સિકોના મઝાટિયન શહેરમાં જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News