કોઠારીયા રોડના બાલાજી હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં ફાયર સેટીનું સરપ્રાઇઝ ચેકિંગ, મોકડ્રીલ અને ટ્રેનિંગ

  • February 25, 2023 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ શાખા દ્રારા તાજેતરમાં શહેરના બાલાજી હાઇરાઇઝ એપાર્ટમેન્ટ, જયરામ પાર્ક, કોઠારિયા રોડ, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટીનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યા બાદ મોકડ્રીલનું આયોજન કરાયું હતું.
ઉપરોકત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન બાલાજી એપાર્ટમેન્ટ, જયરામ પાર્ક, કોઠારીયા રોડ, રાજકોટ બિલ્ડીંગના અંદાજે ૧૫ થી ૧૭ જેટલા રહેવાસીઓ આ મોકડ્રીલમાં જોડાયા હતા. મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફીસર એ.કે. દવે, લીડીંગ ફાયરમેન ભુપતભાઇ જેસાણી, નરેન્દ્રસિંહ ઝાલા, ડ્રાઈવર તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્રારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ તથા ફાયર એસ્ટીંગ્યુસર સહિત વિવિધ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે તાલીમનું આયોજન કરવામા આવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application