જામનગરમાં ઇંગ્લીશ દારૂની બોટલો સાથે બે શખ્સની અટક

  • February 13, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભોયવાડો અને રણજીતસાગર રોડ પર પોલીસ પ્રગટી


જામનગરના ભોયવાડા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક શખ્સને વિદેશી દારૂની બે બોટલ સાથે પકડી લીધો હતો, જયારે રણજીતસાગર રોડ પરથી એક શખ્સને ઇંગ્લીશ દારૂની એક બોટલ લઇને નીકળતા પકડી પાડી આ અંગે પુછપરછ હાથ ધરી હતી.


જામનગરના ભોયવાડો રાયફળીની સામે રહેતા હેમાંશુ ધીરજલાલ મહેતા (ઉ.વ.32) નામના શખ્સના ભોગવટાના મકાનમાં દારૂ હોવાની હકીકત આધારે સીટી-એ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બે બોટલ સાથે તેને પકડી લીધો હતો.

જયારે અન્ય દરોડામાં જામનગરના ગોકુલનગર શેરી નં. 10  રડાર રોડ ખાતે રહેતા અણ પ્રવિણ ડાભી (ઉ.વ.27) નામના ઇસમને વિદેશી દારૂની એક બોટલ સાથે રણજીતસાગર રોડ હોસ્પીટલ નજીકથી પકડી પાડયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application