બગધરા સોસાયટીમાં બે દરોડા અને દરેડ વિસ્તારમાં પોલીસ પ્રગટી : રોકડ અને સાહિત્ય જપ્ત
જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં શેઠ વડાળા પોલીસે જુદા જુદા બે સ્થળે જુગાર અંગે દરોડા પાડી ચાર મહિલા સહિત ૧૩ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રોકડા રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. ઉપરાંત જામનગરના દરેડ વિસ્તારમાં પાના ટીંચતા સાત શખ્સો પોલીસની ઝપટમાં આવ્યા હતા.
જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં સોસાયટી વિસ્તારમાં તિનપતીનો જુગાર રમાતો હોવાની હકીકત આધારે શેઠવડાળા પોલીસે દરોડો પાડ્યો હતો, ગંજીપાના વડે જુગાર રમી રહેલા કિશોર મેઘાભાઈ બાબરીયા, હરેશભાઈ વાલાભાઈ બાબરીયા, નંદુબેન ધનજીભાઈ રાઠોડ, ડાયા સોમાભાઈ બાબરીયા, ભાનુબેન કિશોરભાઈ બાબરીયા, રસિક વાલાભાઈ બાબરીયા, અને રમેશ મેઘાભાઈ બાબરીયા વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૮,૬૫૦ની માલમતા કબજે કરી છે.
જુગાર અંગેનો બીજો દરોડો બગધરા ગામમાં જ પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી વનિતાબેન વાલાભાઈ બાબરીયા, હંસાબેન ખાખાભાઈ બાબરીયા, મનસુખભાઈ મેઘાભાઈ બાબરીયા, દિનેશ વાલાભાઈ બાબરીયા, અજય દેવજીભાઈ બાબરીયા અને વિનોદ ગોવિંદભાઈ બાબરિયાની પોલીસે અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૦,૬૨૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ ઉપરાંત પંચ-બી પોલીસે દરેડ વિસ્તારમાં દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા અરવિંદ રમેશ રાજપુત, મિથુન સીયરામ જાટવ, કનુ અશોક જાટવને રોકડા ૧૧૨૫૦ સાથે પકડી લીધા હતા, તેમજ બીજા દરોડામાં તિનપતીનો જુગાર રમતા ધર્મેન્દ્ર હીરાલાલ કહાર, ધાનેશ સહિતખાન, મોહમદ ફૈઝાન મોહમદ ઉમર પઠાણ, ચાંદબાબુ ઉર્ફે મુન્ના મોહમદ હનીફ સૈફી લુહારને રોકડા ૪૯૦૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભીમવાસના ઢાળીયા પાસે ભંગારના વાડામાં લાગી આગ
November 15, 2024 11:25 AMરાજકોટ જિ.પં.માં બે વર્ષથી ખાલી મુખ્ય આરોગ્ય અધિકારીની જગ્યા ભરાઇ
November 15, 2024 11:25 AMગિરનાર પરિક્રમામાં સુદ્રઢ વ્યવસ્થા જાળવવા મનપા અધિકારીએ ખાસ પોર્ટલ વિકસાવ્યું
November 15, 2024 11:24 AMરાજકોટમાં આર્કિટેકટના મકાનમાંથી ૬.૨૫ લાખની ચોરીમાં કાલાવડના ખડધોરાજીનો શખસ ઝડપાયો
November 15, 2024 11:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech