સુપ્રીમ કોર્ટે 69 હજાર શિક્ષક ભરતી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર લગાવી રોક, યુપી સરકાર પાસેથી માંગ્યો જવાબ

  • September 09, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં 69 હજાર શિક્ષકોની ભરતીના મામલે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી જવાબ પણ માંગ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 23 સપ્ટેમ્બરે થશે. ત્યાં સુધી ઉત્તર પ્રદેશ સરકાર અને અન્ય પક્ષોએ તેમની દલીલો રજૂ કરવાની રહેશે.

જણાવી દઈએ કે, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં 69 હજાર શિક્ષકોની ભરતીના મામલામાં અનામતની અવગણનાનો આરોપ લગાવતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મદદનીશ શિક્ષક ભરતી-2019માં પસંદ કરાયેલા 69 હજાર ઉમેદવારોની યાદી રદ કરીને નવી યાદી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. સરકાર અને અન્ય સંબંધિતોને ત્રણ મહિનામાં નવી યાદી બહાર પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

હાઈકોર્ટે જણાવ્યું હતું કે, નવી પસંદગી યાદી તૈયાર કરતી વખતે જો હાલમાં કાર્યરત કોઈ મદદનીશ શિક્ષક પર પ્રતિકૂળ અસર થતી હોય તો ચાલુ સત્રનો લાભ આપવો જોઈએ જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાઈ ન જાય.

હાઇકોર્ટે સિંગલ બેન્ચના નિર્ણયને યથાવત રાખ્યો હતો

આ સાથે હાઈકોર્ટે અનામત વર્ગના 6800 ઉમેદવારોની યાદી નામંજૂર કરવાના સિંગલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. 69 હજાર ઉમેદવારોની પસંદગી યાદી 1 જૂન, 2020ના રોજ જાહેર કરવામાં આવી હતી, જ્યારે 5 જાન્યુઆરી, 2022ના રોજ 6800 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી.

આ નિર્ણય અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચના જસ્ટિસ એઆર મસૂદી અને જસ્ટિસ બ્રીજરાજ સિંહની બે સભ્યોની બેન્ચે આપ્યો હતો જ્યારે એક સાથે સિંગલ બેંચના આદેશ સામે મહેન્દ્ર પાલ અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી 90 વિશેષ અપીલોનો નિકાલ કર્યો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application