ગુજરાત પોલીસને પડી લપડાક સુપ્રીમે ફટકાર્યેા ૨૫ હજારનો દંડ

  • September 03, 2024 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે ગુજરાતના એક પોલીસ અધિકારીને ૨૫ હજાર પિયાનો દડં ફટકાર્યેા છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં આરોપીએ એક વ્યકિતની ધરપકડ કરી હતી. જો કે બાદમાં પોલીસ અધિકારીએ બિનશરતી માફી માંગી હતી પરંતુ કોર્ટ પોતાના નિર્ણય પર અડગ રહી હતી.
સુપ્રીમ કોર્ટે ગુજરાતના એક પોલીસ અધિકારીને ૨૫ હજાર પિયાનો દડં ફટકાર્યેા છે. આ કેસ એવા વ્યકિતની ધરપકડનો છે જેને સુપ્રીમ કોર્ટમાંથી ફોજદારી કેસમાં આગોતરા જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે તેને કોર્ટની અવમાનના ગણાવી હતી. પોલીસકર્મીને દોષિત ગણાવીને પોલીસ અધિકારીને દડં કર્યેા હતો.આ આદેશ જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ન્યાયિક અધિકારી દ્રારા માંગવામાં આવેલી બિનશરતી માફીનો સ્વીકાર કર્યેા છે.

સુપ્રીમ કોર્ટે સજાના સમયગાળાની સુનાવણી દરમિયાન ન્યાયિક અધિકારી દીપાબેન સંજયકુમાર ઠાકર અને પોલીસ અધિકારી આર.વાય. રાવલ કોર્ટમાં હાજર રહ્યા હતા.ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને વિનંતી કરી અને કહ્યું કે સત્તાવાળાઓએ ભૂલ માટે માફી માંગી છે. રાવલ તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે પોલીસ અધિકારીએ કોર્ટમાં બિનશરતી માફી માંગી છે.ખંડપીઠે કહ્યું કે રાવલ પર પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી ફટેજને ભૂંસી નાખવાનો અને વ્યકિતને માર મારવાનો પણ આરોપ છે. કોર્ટે કહ્યું, 'માત્ર તે સમયગાળા માટે જ સીસીટીવી ફટેજ કેમ ઉપલબ્ધ નથી? તે સ્પષ્ટ્ર છે કે તેણે આવું કયુ છે.
ખંડપીઠે કહ્યું કે સર્વેાચ્ચ અદાલતે આદેશ આપ્યો પરંતુ તેમ છતાં વ્યકિતની સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવ્યો. આદેશમાં, કોર્ટે કહ્યું કે અમે હળવાશભર્યેા અભિગમ અપનાવવા તૈયાર છીએ. તેમ છતાં સુપ્રીમ કોર્ટે રાવલ પર ૨૫,૦૦૦ પિયાનો દડં ફટકાર્યેા હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application