સુપ્રીમ કોર્ટનો ચુકાદો, મલ્ટિપ્લેક્સમાં ખાવાનું વેચવું કોમર્શિયલ મામલો, સિનેમા હોલમાં મોંઘી ખાણી-પીણીની વસ્તુ પર પ્રતિબંધ નહીં.

  • January 04, 2023 02:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

સિનેમા ઘરોમાં મોંઘા સમોસા-પોપકોર્ન વેચવા મામલે આજે CJI ચંદ્રચૂડ અને જસ્ટિસ નરસિમ્હાની બેંચે અરજી પર સુનાવણી કરી હતી. જેમાં બેંચે કહ્યું, સિનેમા હોલ પ્રાઇવેટ પ્રોપર્ટી છે, માલિકને નિયમ-શરતો નક્કી કરવાનો અધિકાર છે. આ સાથે તેમણે કહ્યું કે, સિનેમા હોલમાં મોંઘી ખાણી-પીણીની વસ્તુ પર પ્રતિબંધ નહીં.


CJI ચંદ્રચૂડ અને જસ્ટિસ નરસિમ્હાની બેંચે અરજી પર સુનાવણી કરી. બેંચે કહ્યું કે, સિનેમા હોલ પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને જે અંતર્ગત નિયમો-શરતો લાગુ કરી શકે છે. કોર્ટે કહ્યું કે, કોઈ દર્શક સિનેમા હોલમાં પ્રવેશે છે, તો સિનેમા હોલના માલિકના નિયમોનું પાલન કરવાનું રહેશે. મલ્ટિપ્લેક્સમાં ખાવાનું વેચવું કોમર્શિયલ મામલો છે.


સિનેમા હોલના માલિક હોલની અંદર ખાણી-પીણીની વસ્તુઓને વેચવાના નિયમ નક્કી કરવા સંપૂર્ણ પણે હકદાર છે. સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા આ વાત કહી. CJIએ કહ્યું, સિનેમા જોનારાઓ પાસે આ વસ્તુઓ ન ખરીદવાનો વિકલ્પ છે. કોર્ટે આ વાતનો પણ પુનરોચ્ચાર કર્યો કે, સિનેમા હોલમાં પીવાનું પાણી મફતમાં આપવાનું ચાલુ રાખવાનું રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application