ગુજરાતમાં લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને તેના કારણે શિયાળાની સિઝનમાં જાણે ઉનાળાએ એન્ટ્રી મારી હોય તેવું વાતાવરણ છે. રાજકોટ અને સુરતમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીને પાર કરી ગયું છે. તો ગિરનાર પર્વત અને નલિયા સિવાય રાયના એક પણ વિસ્તારમાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિઝિટમાં રહ્યો નથી. નલિયામાં આજે લઘુતમ તાપમાન નવ ડીગ્રી અને ગિરનાર પર્વત ઉપર ૯.૨ ડિગ્રી નોંધાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ હજુ ગરમીનું જોર વધશે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ શુક્રવારે રાજકોટમાં ૩૫ સુરતમાં ૩૫.૧ ગાંધીનગરમાં ૩૨.૪ ડીસામાં ૩૧.૬ અમદાવાદમાં ૩૨.૪ અને અમરેલીમાં ૩૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. શિયાળાની સિઝનમાં અત્યારે જે તાપમાન હોવું જોઈએ તેના કરતાં રાજકોટમાં ૬.૯ સુરતમાં ૫.૩ અમદાવાદ અને અમરેલીમાં ૫.૧ ડીસા અને ગાંધીનગરમાં ૪.૮ ડીગ્રી વધુ તાપમાન છે.
દરિયાકાંઠાના વિસ્તારો ભુજ નલિયા કંડલા દ્રારકા અને ઓખામાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રીથી નીચે રહ્યું છે. યારે રાયના અન્ય તમામ વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૦ થી ૩૫ ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું છે.
હિમાલયન રિજીયનને અસર કરે તેવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હોવાથી આજથી જમ્મુ કશ્મીર લદાખ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. આ સિસ્ટમની અસરના ભાગપે પંજાબ હરિયાણા ચંદીગઢ અને ઉત્તરાખંડમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્રની સિસ્ટમના કારણે તામિલનાડુ પોંડીચેરી કેરલા અને અંદામાનમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ઈમલી' ફેમ મેઘા ચક્રવર્તી 21મીએ લગ્ન કરશે
January 06, 2025 12:21 PMસલમાનની સુરક્ષામાં વધારો, 100 કરોડના ગેલેક્સી એપાર્ટમેન્ટને અપાઈ રહ્યું છે કવચ
January 06, 2025 12:19 PMઅક્ષય કુમારની બહુ ચર્ચિત ફિલ્મ રીલીઝ
January 06, 2025 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech