શહેરમાં હોળીની બપોરે સંતકબીર રોડની ત્રિવેણી સોસાયટીમાં રહેતા યુવકે ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. જયારે બીજા બનાવમાં પુનિતના ટાકા પાસે કુરિયરની ઓફિસમા ડીલેવરીમેને ઝેરી દવા પી લેતા મોત નિજયુ નીપયું છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ સામાકાંઠે ત્રિવેણી સોસાયટીમાં રહેતો રોહિત ભીમાભાઇ જાદવ (ઉ.વ.૨૪)નામનો યુવક ગત તા.૨૫ના હોળીની બપોરે ઘરે હતો ત્યારે મમાં પંખાના હંકમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યો ઉપરના મમાં હતા અને પત્ની સુનીતાબેન બહાર જતા હતા ત્યારે પોતાને ઉજાગરો હોવાથી કોઈ સુવા નહીં દે એટલે દરવાજે તાળું મારીને જવાનું કહ્યું હતું. પત્ની બહારથી ઘરે આવી મનું તાળું ખોલતા પતિને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરતા પરિવારજનો નીચે દોડી આવ્યા હતા અને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા નિષ્પ્રાણ દેહ પહોંચ્યો હતો. બનાવની જાણ બી–ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી.મૃતક યુવક મોરબીરોડ પર ગિરિરાજ પાર્ટી પ્લોટ પાસે ચા ની હોટેલ ધરાવતા હતો. અને ભાઈ એક બહેનમાં નાનો હતો. સંતાનમાં એક દીકરો એક દીકરી છે. જેણે પિતાનું છત્ર ગમવી દેતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો છે. યુવકે કયાં કારણથી પગલું ભયુ તે અંગે પરિવારજનો પણ જાણતા ન હોય પોલીસે તપાસ યથાવત રાખી છે.
બીજા બનાવમાં બાબરીયા કોલોની–૫ના ખૂણે રહેતા અને કુરિયરની ડીલેવરી કરતા મુસ્તાકભાઈ અલારખાભાઇ લીંગડીયા (ઉ.વ.૪૩)નામના યુવકે હોળીના દિવસે પુનિતના ટાકા પાસે આવેલી કુરિયરની ઓફિસમાં હતો ત્યારે ઝેરી દવા પી ઉલ્ટીઓ કરવા લાગતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી.
મૃતક યુવક ત્રણ ભાઇમાં બીજા નંબરે હતા અને સંતાનમાં એક દશ અને એક બાર વર્ષના બે પુત્ર છે. યુવકના પિતાના કહેવા મુજબ ત્રણેક મહિના પહેલા મારા પત્ની ઝરીનાબેન અને મુસ્તાકનાં માતાનું કેન્સરની બીમારીના કારણે અવસાન થયું હતું. તેની સારવારમાં મુસ્તાક સતત સાથે જ હતો. આથી તે કેટલાક સમયથી કામ સિવાય બોલતો ન હતો અને ગુમસુમ રહેતો હતો. માતાના મૃત્યુનો આઘાત લાગી આવતા પગલું ભરી લીધું હતું, બનાવથી પરિવારમાં માતમ છવાયો છે.
મોટાભાઇ સાથે ધૂળેટી રમી યુવકનો ટ્રેન નીચે આપઘાત
રાજકોટમાં ગુલાબનગર પાસે રહેતો મુળ યુપીના ગાઝીયાબાદનો વતની શ્રમિક યુવાન ગઇકાલે મોટાભાઇ સાથે ધુળેટી રમ્યા બાદ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે આજીડેમ પોલીસે જરી કાર્યવાહી કરી યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલા ગુલાબનગર શેરી નં.૧૯ માં રહેતા પ્રતાપ ગુલ્લુભાઇ રાજભર(ઉ.વ ૨૬) નામના યવાને ગઇકાલે રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ રાજકોટ લોકલ ટ્રેન આગળ પડતું મૂકી દેતા તેને ગંભીર ઇજા પહોંચી હતી.જેથી ૧૦૮ ને જાણ કરવામાં આવતા ૧૦૮ ના ઇએમટીએ જોઇ તપાસી યુવાનને મૃત જાહેર કર્યેા હતો.જેથી પ્રથમ રેલવે પોલીસ દ્રારા કાર્યવાહી કરાયા બાદ આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતા એએસઆઇ એચ.વી.મોરવાણીયા તથા સ્ટાફે અહીં આવી જરી કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પીએસ માટે હોસ્પિટલ ખસેડયો હતો.બનાવની વધુમા જાણવા મળતી વિગતો મુજબ,યુવાન મુળ યુપીના ગાઝીયાબાદનો વતની હતો તે છેલ્લા ઘણા વર્ષેાથી અહીં તેના મોટા ભાઇ સાથે રહી કારખાનામાં મજુરી કામ કરે છે. યુવાન ગઇકાલે સવારે મોટાભાઇ સાથે ધુળેટી પર્વને લઇ રંગે રમ્યા બાદ ચાલ્યો ગયો હતો.બાદમાં તેની લાશ મળી હતી.યુવાને કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.જયારે અન્ય એક બનાવમાં એરપોર્ટ ફાટક પાસે ગઇકાલે બપોરના સમયે કોઇ અજાણ્યા ૪૦ વર્ષના યુવાન સોમનાથ ટ્રેનની હડફેટે ચડી જતા ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું.બનાવ અંગે રેલવે પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. યુવાનની ઓળખ મેળવવા તેના વાલીવારસની પોલીસે શોધખોળ શ કરી છે.બનાવ અંગે વધુ તપાસ આ અંગે પીએસઆઇ એસ.બી.જાડેજા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech