મૂળ સુરેન્દ્રનગરના ગઢસીરવાણીયા ગામનો રહેવાસી અને હાલ કુવાડવાગામે શિવધારા રેસીડેન્સી શેરી નં–૮માં રહી હિરાસર એરપોર્ટમાં જીએસટી ઓપરેટર તરીકે નોકરી કરતો હરેશ ગોબરભાઇ દુમાદિયા (ઉ.વ.૨૫) નામના યુવકે એપાર્ટમેન્ટના નીચેના ભાગે ઝેરી દવા પી લેતા સારવાર માટે ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્રારા કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી યુવકનું નિવેદન નોંધ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, હત્પં પાંચ ભાઈ બહેનમાં વચેટ છું. અને છ મહિનાથી અહીં કુવાડવા ગામે મ ભાડે રાખીને રહત્પં છું, આજથી ત્રણેક મહિના પહેલા મારી સગાઇ સાયલાના ઉમાપર ગામે રહેતા બુધાભાઈ પરાલીયાની દીકરી મમતા સાથે થઇ હતી મમતા સુરેન્દ્રનગર ખાતે રહી પરીક્ષાની તૈયારી કરે છે. સગાઇ થઇ ગઈ હોવાથી બંને રોજ ફોનમાં વાતચીત કરતા હતા તા.૨૮ના મમતાનો રાત્રે વિડીયો કોલ આવતા હત્પં જમવા બેઠો હતો આથી મેં ફોન ઉપાડો નહતો જમ્યા બાદ મેં ફોન કરતા બધા ફોનમાં હસતા હતા આથી મને ગમ્યું નહતું, અને મેં મમતાને કહ્યું હત્પં કે, શું ગાંડા વેળા કરે છે કહી મેં ફોન કાપી નાખ્યો હતો. બાદમાં મેં મમતાને તૈયારી કરવી હોય તો તારા ગામ ચાલી જ અને ત્યાં રહીને વાંચવામાં ધ્યાન આપ તેમ ઠપકો આપતા એજ દિવસે મને સુનિલ૮૧૧ નામના ઇન્સ્ટા આઈડી માંથી મેસેજ આવ્યો હતો અને એમાં લખ્યું હતું કે, તમારે બંનેને શું ચાલે છે, આથી મેં પૂછયું કે તમે કોણ છો, હત્પં છોકરી છું અને તેની ફ્રેન્ડ બોલું છું, તું મમતાને સગાઈ પહેલા મળવા માટે બોલાવે છે. મેં આ આઇડીનો સ્ક્રીનશોટ લઈને મમતાના ભાઈ રણજિતને મોકલ્યો હતો અને પૂછયું હતું કે આ કોણ છે તો તેણે કહ્યું હતું કે આ મારા મામા સુનિલ છે.
આ બધી વાતચીત દરમિયાન મમતાના મામા સુનિલભાઈએ મમતાના પિતાને સગાઇ તોડી નાખવાની વાત કરી હતી. એજ રાત્રે મારા પિતાનો ફોન આવ્યો હતો અને જે વ્યકિતએ સગાઇ કરાવી હતી એણે કહ્યું હતું કે, હવે સામે વાળાને સગાઇ રાખવી નથી. કારણ કે, હરેશ ખરાબ બોલે છે. આ વાત સા,સાંભળી મેં મમતાને રાત્રે ફોન કર્યેા હતો અને કહ્યું હતું કે, હત્પં કયારેય ખરાબ બોલ્યો નથી કે તને મળવા બોલાવી નથી તો કેમ માં ખોટું નામ આપી બદનામ કરે છે. બાદમાં ઘરે જઈ મારા પરિવાર સાથે વાત કરી હતી.
હત્પં રાજકોટ પરત આવતો હતો ત્યારે ચોટીલા પાસે એક વ્યકિતએ ગાડી ઉભી રખાવી હતી અને મને લેતા જાવ કહેતા મેં પાછળ બેસાડો હતો. આ દરમિયાન મને છરી બતાવી ધમકી આપી હતી કે, ઇન્સ્ટાગ્રામમાંથી મેસેજ ડીલીટ કરી નાખ્યા છે છતાં એ કેમ પરિવારને બદનામ કરવાની અને પતાવી દેવાની ધમકી આપે છે. આથી હત્પં ગભરાઈ જતા એ વ્યકિતને રસ્તામાં ઉતારી દીધો હતો.હત્પં કુવાડવા પહોંચતા મને મમતાનો મેસેજ આવ્યો હતો કે મારા ભાઈ રનજિત ને કહી દઉં છું કે હરિશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હત્પં લાવીશ તો મમતા લાવીશ બીજું કોઈ નહીં, મેં આવા ફોન કરવાની ના પાડી હતી બાદમાં તેના ભાઈ રણજિતનોનો મને ફોન આવ્યો હતો કે, મમતાને મેસેજ કરે છે, આથી મેં કહ્યું હતુંકે તમે પહેલા બધી વાતો જાણી લ્યો પછી મારી સાથે વાત કરજો. આ બધી વાતો મારા મનમાં ઘર કરી ગઈ હોઈ અને આવી ધમકીથી કંટાળી મેં દવા પી લીધી હતી. પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech