ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ફરી અંતરિક્ષમાં તિરંગો લહેરાવ્યો છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી PSLV-C59/PROBA-3 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ મિશન સૂર્યની ગરમીમો અભ્યાસ કરશે અને સાથે અલ્ટ્રાવયોલેટ વિશે પણ માહિતી આપશે. આ મિશન એક કોમર્શિયલ મિશન હતું, જે ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.
મિશનની સફળતા પર ISROએ શું કહ્યું?
ઇસરોએ ટ્વીટ કરીને આ મિશનની સફળતાની જાહેરાત કરી છે. PSLV-C59/PROBA-3 મિશન તેના પ્રક્ષેપણ લક્ષ્યોને સચોટ રીતે પૂર્ણ કરે છે અને ESAના ઉપગ્રહોને તેમની નિયુક્ત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂક્યા છે. ઇસરોએ PSLVની વિશ્વસનીયતા, NSIL અને ઇસરો વચ્ચેના સહયોગ અને ESAના નવીન ઉદ્દેશ્યોનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે. આ મિશન પીએસએલવીની કામગીરી, ઈસરો અને એનએસઆઈએલ વચ્ચેની ભાગીદારી અને નવી ટેક્નોલોજી માટે ESAની પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર છે.
પ્રોબા-3 એ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)નું એક મિશન
પ્રોબા-3 એ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)નું એક મિશન છે. પ્રોબા-3 મિશન સૂર્યના બહારના વાતાવરણનો અભ્યાસ કરશે. ESA અનુસાર, પ્રોબા-3 મિશન સૂર્યના વાતાવરણના સૌથી બહારના અને સૌથી ગરમ સ્તરનો અભ્યાસ કરશે. ઈસરોની વ્યાપારી શાખા ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) આ મિશનમાં સહકાર આપી રહી છે. ઈસરોએ પહેલાથી જ બે પ્રોબા મિશન લોન્ચ કર્યા છે. પ્રથમ લોન્ચ 2001માં પ્રોબા-1 હતું. બીજું પ્રોબા-2 મિશન 2009માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરો બંને મિશનમાં સફળ રહ્યું હતું.
સૂર્યના બાહ્ય સ્તરનો અભ્યાસ કરવામાં આવશે
આ મિશન દ્વારા સૂર્યના બાહ્ય સ્તરનો અભ્યાસ કરવામાં આવશે. તેની પાછળનું રહસ્ય આ સેટેલાઇટ દ્વારા ઉકેલવામાં આવશે. આ મિશન દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે, શા માટે સૂર્યનો બહારનો ભાગ એટલે કે કોરોના તેની સપાટી કરતા વધુ ગરમ છે. આ કામ કોરોનાગ્રાફ સ્પેસક્રાફ્ટ દ્વારા કરવામાં આવશે. ત્યાં એક ઓક્યુલ્ટર ડિસ્ક હશે, જેનું કદ લગભગ 1.4 મીટર છે અને તે 150 મીટરના અંતરથી કોરોનાગ્રાફના લેન્સ પર 8 સેન્ટીમીટરની છબિ બનાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech