વિદ્યાર્થીઓએ પોકેટ મનીમાંથી પૈસા બચાવી 45 ફૂટ લાંબી રાખડી તૈયાર કરી : સ્ટેશનરીની વસ્તુઓમાંથી બનાવેલી રાખડીની વસ્તુઓ ગરીબ અને કોર્પોરેશનના વિદ્યાર્થીઓને અપાશે

  • August 29, 2023 12:04 PM 


રાજકોટ શહેરની વિરાણી હાઈસ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક મેગા પ્રેરક રાખડી તૈયાર કરવામાં આવી છે. રક્ષાબંધનની પૂર્વ પ્રભાતે 45 ફૂટ લાંબી અને આશરે 230 સ્કેવર ફુટની આ રાખડી તૈયાર કરાઈ છે. રાખડી બનાવવા માટે સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ જેવી કે ડ્રોઈંગ બુક, પેન્સીલ, શાર્પનર, ઇરેઝર, સ્કેચપેન, દેશી હિસાબ, ચોપડા વગેરેની મદદથી મેગા પ્રેરક રાખડી બનાવાઈ છે. 


હાઇસ્કુલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ આ રાખડી બનાવી છે. રાખડીની બધી ચીજ વસ્તુઓ શાળાનાં બાળકોએ પોતાના પોકેટ મનીમાંથી તથા સી.જે. ગ્રુપના સહયોગથી એકત્રિત કરવામાં આવી હતી. રાખડીની બધી વસ્તુઓનું વિતરણ કોર્પોરેશનની શાળાના બાળકોને તથા ઝૂંપડપટ્ટીના બાળકોને આપવામાં આવશે. પ્રકૃતિનું રક્ષણ કરવા હેતુથી બાળકોએ વૃક્ષોને કંકુ તિલક કરી, રક્ષા બાંધી વૃક્ષોને ઉછેરવાની અને પર્યાવરણનું રક્ષણ કરવાની ખાતરી આપી હતી. શાળાના બાળકોને વધુને વધુ વૃક્ષો વાવવાના શપથ લેવડાવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application