છાત્રોએ ખુલ્લામાં ભણવું પડે છે: શિક્ષિકાના ટ્વિટથી તંત્ર દોડ્યું

  • March 21, 2024 03:23 PM 

મારી શાળા ને એક રૂમ ની જરૂર છે.. શિક્ષિકાએ પોતાની શાળા માટે એક રૂમ ની જરૂર છે તેવું ટ્વિટ કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેના પડઘા પડ્યા છે અને તાત્કાલિક ધોરણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગોંડલ ખાતે દોડી ગયા હતા અને તાબડતોબ વિદ્યાર્થીનીઓ માટે વ્યવસ્થા કરી આપી હતી. રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા ગામમા આવેલી કન્યા શાળામા વર્ગખંડોની ઘટને કારણે શાળાઓની દીકરીઓને ખુલ્લામા અભ્યાસ કરવો પડતી હોવાની મજબૂરી ઉભી થયેલ અને જેના લીધે ટાઢ,તડકો અને વરસાદી ઋતુમાં વિદ્યાર્થીનીઓ માંદી પડે તેવી રજુઆત કરતી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખુબ જ વાયરલ થઇ રહી હોય જેમા ગુજરાતના મોડલની નરી વાસ્તવિકતા સાથે છેવાડાના ગામડાઓમાં શિક્ષણની કથળતી સ્થિતિનુ ઉદાહરણ છે.આ શાળાના એક મહિલા શિક્ષિકાએ પોતાના શાળાના વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી સાથે પાયાની જરૂરિયાતની માંગ વહીવટી તંત્ર સમક્ષ કરી છે. ત્યારે આ શિક્ષિકાની વ્યક્ત કરેલ લાગણી પર આ શાળાની વિદ્યાર્થીનીઓની સમસ્યાનુ તત્કાલ નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉભી થઇ છે.


૩૦૦ જેટલી શાળામાં રૂમની ઘટ

ગોંડલના ગોમટા માં આવેલી શાળાની હાલત પરથી શિક્ષણની વાસ્તવિકતા શું છે તે જોવા મળી રહ્યું છે. સ્માર્ટ કલાસની વાતો વચ્ચે પ્રાથમિક શિક્ષણ માટે પણ વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસીને ભણવું પડે છે તે વિકાસ બતાવે છે. તાજેતરમાં પણ વિધાનસભામાં ગુજરાતમાં કેટલી શાળાઓ જર્જરીતછે અને કેટલી શાળાઓમાં રૂમ ની સંખ્યા ઓછી છે તેનો આંકડો સામે આવ્યો હતો. આ બાબતે સરકારે તાત્કાલિક શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને યોગ્ય પગલા ભરવા જોઈએ તેવી માંગણી ઉઠી રહી છે. આ આંકડો જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી શાળામાં ૫૦૮ ઓરડાની ઘટ છે, જ્યારે બોટાદમાં ૧૧૯, જૂનાગઢમાં ૩૫૬, અમરેલી ૩૧૯, રાજકોટમાં ૩૭૩, પોરબંદરમાં ૫૭, કચ્છમાં ૮૮૫, મોરબીમાં ૧૪૬ ,જામનગર જિલ્લામાં ૩૦૨, દેવભૂમિ દ્વારકામાં ૧૮૫ ઓરડાની ઘટ છે. આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકોની પણ ઓછી સંખ્યા હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં પણ અગવડતા ઊભી થઈ રહી છે. સરકાર દ્વારા રજૂ થયેલા બજેટમાં પણ શિક્ષણ માટે અનેક જાહેરાતો કરવામાં આવી હતી હવે આ જોગવાઈ મુજબ કામગીરી શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને વ્યવસ્થિત દિશા મળી શકે. 


ટ્વિટને તાબડતોબ ડિલિટ કરાવાઈ

ગોમટાની શાળાના શિક્ષિકાએ ટ્વિટર પર અમારી શાળાને ઓરડાની જરૂર છે તેવું ટ્વિટ કર્યાના ગણતરીના કલાકોમાં જ વહીવટી તંત્રના પગ નીચે રેલો આવવાની સાથે જ ટ્વીટર પરથી આ ટ્વિટર રીમુવ કરી દેવામાં આવી છે પરંતુ જ્યારે શિક્ષિકાએ આ ટ્વિટ કરે ત્યારે થોડી જ મિનિટોમાં વાયરલ થતાની સાથે જ સરકાર અને શિક્ષણ વિભાગ માટે અસંખ્ય આપણી ટીકાઓ આવી, એટલું જ નહીં આ ટ્વિટને રાજકીય પક્ષના આગેવાનો અને લોકોએ આ ટ્વિટને રિપોસ્ટ કરી છે.


અનેક શાળાઓની ખંઢેર હાલત: રોહિત રાજપૂત

સારૂ શિક્ષણએ વિકાસશીલ દેશનું મહત્વનુ પાસુ છે ત્યારે દેશ બાળકોના ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષણની આ (ગોમટા કન્યા શાળાનો કિસ્સો) હદ સુધીની પરિસ્થિતિ છે ? જ્યાં વિદ્યાર્થીઓ છે ત્યાં શાળામાં પૂરતા ઓરડા નથી,જ્યાં શાળા છે ત્યાં શિક્ષકો નથી અને જ્યાં શાળા છે શિક્ષકો છે ત્યાં બાળકો ખરાબ સરકારી શિક્ષણના કારણે પ્રાઇવેટ શાળામાં જાય છે! આ એક કડવી વાસ્તવિકતા છે પરંતુ સત્ય છે. રોડ,રસ્તાઓ અને અન્ય પ્રાથમિક બાબતોમા લોકો મુશ્કેલીઓ વેઠવતા હોય તે સમજી શકાય પરંતુ શિક્ષણ બાબતે જે કથળતી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું તે ભવિષ્યમા દેશ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. રાજકોટ જીલ્લાની અનેક એવી શાળાઓ છે કે કોઈમા વર્ગખંડો ઘટ છે તો કોઈમા શિક્ષકોની ઘટ છે જયારે અનેક શાળાઓની સ્થિતિ ખંઢેર હાલતમાં છે ત્યારે આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી તત્કાલ રાજકોટ જિલ્લાના તમામ ગામડાઓનો આ અંગેનો સચોટ રિપોર્ટ તૈયાર કરી સ્થાનિક વહીવટી તંત્ર અને રાજ્યસરકારને તુરંત ધ્યાને દોરી ગંભીરતાપૂર્વક સચોટ નિરાકરણ થાય તેવી નિષ્ઠાપૂર્વક કામગીરી કરશો તેવી સૌ વિદ્યાર્થીઓ વતી આશા રાખી છે.શિક્ષણએ વિકાસશીલ દેશનું અગત્યનુ પાસુ છે ત્યારે રિવરફ્રન્ટો,એરપોર્ટો,રેલવેસ્ટેશનો,સાંસદ ભવન,મંદિરો,સરકારી ઇમારતો બનાવતા પહેલા સરકારી શાળાઓમા સરકારે વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ,ગોમટામા શાળાને લઇ વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતએ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજુઆત કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application