ઉત્તરાખંડના ખરાડીમાં સરકારી ઇન્ટર કોલેજના એક શિક્ષકને મુસ્લિમ સમુદાયના વિદ્યાર્થીઓને અડધા દિવસની રજા આપવા બદલ આ અઠવાડિયે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને શુક્રવારની નમાજમાં હાજરી આપવા માટે રજા આપવામાં આવી હતી. શિક્ષક તિલક જોષીએ વ્યાપકપણે પ્રસારિત થયેલા વિડિયોમાં સમજાવ્યું કે સામાન્ય રીતે આઠને બદલે પાંચમા પિરિયડ પછી વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી. જો કે આ તકે તેમણે એવો બચાવ કર્યો કે શાળામાં બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.જો કે હવે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. એવી હકીકત ખુલવા પામી હતી કે શાળામાં વિદ્યાર્થીઓ ઘણીવાર શુક્રવારે આખો દિવસ ગેરહાજર રહે છે.અને અહી લગભગ 75 ટકા વિદ્યાર્થીઓ મુસ્લિમ છે.આથી શિક્ષકે આવો વચલો રસ્તો કાઢ્યો હતો.
વિહિપના વિરોધ બાદ સસ્પેન્ડ
આખરે આ મામલો વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના સભ્યો સુધી પહોચ્યો હતી અને તેમના જોરદાર વિરોધને પગલે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આંદોલનકારીઓએ શિક્ષક તિલક જોશી સામે કાર્યવાહીની માંગ સાથે બ્લોક એજ્યુકેશન ઓફિસરને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું હતું. વર્તમાન આચાર્ય ગેરહાજર હોવાથી તે દિવસે તેઓ ઈન્ચાર્જ આચાર્ય હતા.વિરોધીઓએ દલીલ કરી હતી કે એવો કોઈ શૈક્ષણિક નિયમ નથી કે જે શુક્રવારે અડધા દિવસની રજા આપવામાં આવે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આવી પ્રથાઓ શૈક્ષણિક અખંડિતતા સાથે ચેડા કરી શકે છે.શિક્ષક સંઘે વિરોધ શરૂ કર્યો
સરકારી શિક્ષક સંઘના સભ્યો અને અન્ય શિક્ષક સંગઠનોએ તિલક જોશીને સસ્પેન્ડ કરવા સામે વિરોધ શરૂ કર્યો છે. શિક્ષક સંગઠનો વતી મંગળવારે બેઠક યોજાઈ હતી. સંગઠનોએ શિક્ષકના સસ્પેન્શનને દુભર્ગ્યિપૂર્ણ ગણાવ્યું છે. તેમણે વિભાગના અધિકારીઓ પર યોગ્ય તપાસ કયર્િ વિના ઉતાવળમાં કામ કરવાનો આરોપ લગાવ્યો. જૂથોએ સસ્પેન્શનને તાત્કાલિક પાછું ખેંચવાની અને શાળામાં વિક્ષેપ પાડનારાઓની ધરપકડ કરવાની માંગ કરી હતી.શિક્ષક સંગઠનોએ વિરોધ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો પર શિક્ષકો સાથે ગેરવર્તન કરવાનો અને વિદ્યાર્થીઓને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. શિક્ષકોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે.
ગેરવર્તણૂકના આરોપો ફગાવાયા
ગેરવર્તણૂકના આરોપોને નકારી કાઢતાં વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ કહ્યું કે જો શુક્રવારની નમાજની મંજૂરી આપવામાં આવશે તો અમે બજરંગ દળ દ્વારા રાજ્યભરમાં મંગળવારે હનુમાન ચાલીસાની પ્રાર્થના માટે પણ પરવાનગી માંગીશું. જો કે, તેમણે કહ્યું કે અમે ચિંતિત છીએ કે આવી પ્રથાઓ શિક્ષણને વિક્ષેપિત કરશે. વિદ્યાર્થીઓના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech