‘આજકાલ’ દ્વારા આયોજીત એજ્યુકેશન એકસ્પોમાં ઉમટયા વિદ્યાર્થીઓ-વાલીઓ

  • April 15, 2024 11:57 AM 

વિદ્યાર્થી-વાલીઓની એક મોટી મુંઝવણ હોય છે કે ધો. 10 અને 1ર પછી કઇ દિશા તરફ જવું ? આ સવાલનો સરળતાથી જવાબ મળી શકે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ ક્ધફયુઝ થયા વગર પોતાનો નિર્ણય સરળતાથી લઇ શકે તેવા હેતુ સાથે આજકાલ દ્વારા ગઇકાલે હોટલ આરામ ખાતે વિનામૂલ્યે એજ્યુકેશન એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો વિદ્યાર્થી-વાલીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું, મેડીકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઇ, હરીયા કોલેજના ટ્રસ્ટી ભરતેશભાઇ શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એજ્યુકેશન એકસ્પોનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું, સવારના 10 થી સાંજના 7 કલાક સુધી શહેરના સેંકડો વિદ્યાર્થીઓ, વાલીઓ હોંશે હોંશે જોડાયા હતા અને પોતાની કારર્કીદી માટે ઉપસ્થિત છ યુનિર્વસિટી, પાંચ કોલેજ, ત્રણ મોટી સ્કૂલોના પ્રતિનિધિ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું અને એમના તરફથી વિદ્યાર્થીઓને અપાતી સુવિધાઓથી તેઓ પરિચીત થયા હતા, આજકાલ દ્વારા પ્રથમ વખત જામનગર ખાતે એજ્યુકેશન એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application