શહેરના કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આવેલી ઓમ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ધો.૧૨ ના વિધાર્થીને અહીં રહેતા એક શખસે ઢીકાપાટુનો મારમાર જમીન સાથે તેના માથા અથડાવ્યા હતાં.આ હત્પમલામાં યુવાનને આંખનાભાગે ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટનાના વીડિયો આજરોજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ઘટના અંગે યુવાનના પરિવારજનોએ ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ઇસ્કોન મંદિર પાછળ ઓમ હાઉસિંગ સોસાયટીમાં રહેતો ધોરણ ૧૨ નો વિધાર્થી હર્ષ દિલીપભાઈ ગોસ્વામી(ઉ.વ ૧૮) ગત તારીખ ૧૯૨ ના રોજ સાંજના સમયે ઘર પાસે બેઠો હતો ત્યારે આ જ વિસ્તારમાં રહેતો શેફ મેમણ નામનો શખસ તેની પાસે આવ્યો હતો અને તે તેની મજાક કરતા યુવાને મજાક કરવાની ના કહી હતી. જેથી શેફે ઉશ્કેરાઈ જઈ યુવાને ઢીકાપાટુનો માર મારી અહીં જમીન સાથે તેના માથા અથડાવ્યા હતા. બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં તેને આંખના ભાગે ઈજા પહોંચી હોવાનું માલુમ પડું હતું. બીજી તરફ આ ઘટનાને લઇ યુવાનના પિતા દિલીપભાઈ ગોસ્વામીએ ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં જણાવ્યું હતું કે, તેના પુત્ર પર હત્પમલો કરનાર ડ્રગ પેડલર હોવાનું અને આ શખસોનો અહીં ત્રાસ હોવાનું જણાવ્યું હતું. આ મામલે યુનિવર્સિટી પોલીસે અરજી લઈ તપાસ આગળ ધપાવી છે. ધોરણ ૧૨ ના છાત્રને મારમાર્યા અંગેની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech