ખંભાળિયાથી નાથદ્વારાની એસટી બસ શરૂ કરવા વૈષ્ણવોની પ્રબળ માંગણી

  • July 19, 2023 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરસોતમ માસનો પ્રારંભ થયો હોય, તંત્ર તેમજ નેતાઓને લેખિત રજૂઆતો

વૈષ્ણવ સંપ્રદાય સાથે હિન્દુઓની આસ્થાના કેન્દ્ર એવા શ્રીનાથજી (નાથદ્વારા) ખાતે અનેક ભક્તો દર્શનાર્થે જાય છે. નાથદ્વારા દર્શન કરવા માટે દિવસે દિવસે ભક્તોની સંખ્યા વધી રહી છે.
ખંભાળિયાથી નાથદ્વારા જવા માટે એક પણ એસ.ટી. બસની સુવિધા ન હોવાથી આ મહત્વની બાબત અંગે અહીંના વૈષ્ણવો દ્વારા ખંભાળિયાના એસટી ડેપો મેનેજરને સંબોધીને એક પત્ર પાઠવી, ખંભાળિયાથી નાથદ્વારા માટે તાકીદે એક સારી બસ શરૂ કરવામાં આવે તે માટેની રજૂઆત કરવામાં આવી છે.
હાલ પરસોતમ માસનો પ્રારંભ થયો હોય અને સાથે સાથે પૂનમ અને નિયમિત નાથદ્વારા ખાતે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓની સંખ્યા ખૂબ મોટી હોય, આ બસ શરૂ કરવામાં આવે તો ફક્ત ખંભાળિયા શહેર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારના વૈષ્ણવો-ભક્તોને રાહત સાથે ફાયદો બની રહે.
આટલું જ નહીં, જો આ બસ શરૂ કરવામાં આવે તો એસટી તંત્રને પણ આર્થિક ફાયદો થવાનું જણાવી, તાકીદે ખંભાળિયા-નાથદ્વારા રૂટમાં બસ ચલાવવામાં આવે તેવી લેખિત રજૂઆતો થઈ છે.
આ માટે દરરોજ સાંજે ૪ વાગ્યે અહીંથી બસ ઉપડે જે બીજા દિવસે સવારે નાથદ્વારા પહોંચે. અહીં પૂનમ ભરીને કે દેવદર્શનનો લાભ લઈ અને સમયની બચત સાથે આર્થિક બચત કરીને ભાવિકો અત્રે પરત ફરી શકે.
આ મહત્વના મુદ્દે તાત્કાલિક અમલ કરવા સુરજભાઈ દવે, મયંકભાઈ શર્મા, નીરૂબેન બદીયાણી, સુભાષ પોપટ, દોલતરાય દતાણી, પ્રતાપરાય દયાળજી, સહિતના વૈષ્ણવોએ સંયુક્ત સહીઓ સાથેની રજૂઆત કેબિનેટ મંત્રી અને અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ વિગેરેને પણ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application