દ્વારકાના દરીયામાં જોરદાર કરંટ : ગોમતી ઘાટે ઉંચા-ઉંચા મોજા

  • July 06, 2023 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયના હવામાન ખાતાએ ફરીથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે તેવી આગાહી કરી છે, હજુ તો આ આગાહીની અસર થાય એ પહેલા જ આજ સવારથી જ કાનાની કૃષ્ણનગરી દ્વારકામાં ગોમતી ઘાટે દરીયામાં ભારે કરન્ટ આવી ચુકયો છે, ૧૫ થી ૨૦ ફુટ ઉંચા મોજા ઉછળી રહયા છે અને એકા એક જોરદાર કરન્ટ આવવાથી કૃષ્ણભકતોને ગોમતી ઘાટમાં ન્હાવા ન દેવા માટે ચેતવણી આપવામાં આવી છે અને ગોમતી ઘાટે મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જો કે એકાએક દરીયામાં કરન્ટ આવવાથી ભારતભરમાંથી આવેલા કૃષ્ણભકતો ગોમતી નદીમાં સ્નાન કરી શકયા ન હતા. જેથી તેઓમાં કચવાટની લાગણી જન્મી હતી, આગામી તા. ૮ અને ૯ બે દિવસ સુધી દરીયો ભારે તોફાની રહેશે, માછીમારોને પણ દરીયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. દેવભુમી દ્વારકાના જીલ્લા કલેકટરે લોકોને એલર્ટ કર્યા છે આમ એકાએક દરીયામાં ભારે કરન્ટ આવતા લોકોમાં પણ આશ્ર્ચર્ય થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application