સાસણ નજીક સિંહો સહિતના વન્ય પ્રાણીઓને વાહન અકસ્માતથી બચાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વન વિભાગે જંગલ તરફથી રસ્તા પર કોઈ વન્ય પ્રાણી આવે તો રસ્તા પર લગાવેલી ડિસ્પ્લેમાં વાહન થંભાવી દેવાનો મેસેજ આવી જાય છે તેમજ વાહનની ગતિ મર્યાદા પણ ૩૦ કિમીની નક્કી કરવામાં આવી છે. જેનાથી વધુ ગતિએ વાહન ચલાવે તો ઓવર સ્પીડ અંગેની તંત્રને અને વાહન માલિકને જાણ થઈ જાય છે.
વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગ દ્રારા પાયલોટ પ્રોજેકટ અંતર્ગત ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.જેમાં ઓટોમેટીક નંબર પ્લેટિગનેસન તેમજ પ્રાણીઓની શોધ માટે અધ્યતન થર્મલ, ઓપ્ટિકલ કેમેરાઓની સુવિધા સાથે રાખવામાં આવી છે આ સિસ્ટમ મેંદરડા થી સાસણ રોડ પર વાણીયાવાવ ફોરેસ્ટ ચેક પોસ્ટથી શ થઈ સાસણ તરફ ૧૦૦૦ મીટર સુધી લગાવવામાં આવી છે. મોનીટરિંગ સિસ્ટમ વિવિધ સેન્સરનો ઉપયોગ કરી વાહનોને ઓળખે છે અને તેની ગતિને માપે છે આ ઉપરાંત ઓટોમેટીક નંબર પ્લેટિંગ નેશન કેમેરા દ્રારા પસાર થતા વાહનોની નંબર પ્લેટો આપમેળે વાંચવામાં આવે છે અને આ ટેકનોલોજીની મદદથી વાહન ચાલકોને ઓળખવામાં પણ મદદપ થાય છે. જેથી ગતિ મર્યાદા ના ઉલ્લ ંઘન કરતાં વાહનોને ટ્રેક કરવા પણ મહત્વપૂર્ણ બનશે. આ ટેકનોલોજી રાત્રિના સમયે પણ અસરકારક બનશે. આ સિસ્ટમ કંટ્રોલ યુનિટમાં તમામ વિગતોને લોક લાગે છે અને અધ્યતન સિસ્ટમના ઉપયોગથી એલઇડી સ્ક્રીન પર 'વાઇલ્ડ લાઈફ અહેડ' જેવી ચેતવણી પણ અપાય છે. અને આ ચેતવણીઓની મદદથી ડ્રાઇવરોને તેમના વાહનોની ગતિ ધીમી કરવા સાવચેતી પૂર્વક આગળ વધવાની મંજૂરી આપે છે
સિસ્ટમ માટે અધ્યતન ટેકનોલોજીના કેમેરા
ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમમાં ૧૬ થર્મલ ઓપ્ટિકલ કેમેરા, ૮ પીટીઝેડ કેમેરા, ૪ એ એન પી આર કેમેરા,૪ સ્ટ્રોબલાઈટ, ૪ સ્પીડ રડાર, ૨૦ ડિસ્પ્લે યુનિટ, અને કંટ્રોલ યુનિટ મનો સમાવેશ કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાતા નાઈટ રાઈડર્સે 8 વિકેટે જીતી મેચ, રાજસ્થાનની સતત બીજી હાર
March 26, 2025 11:40 PMGPay, PhonePe, Paytm યુઝર્સ માટે મોટા સમાચાર, UPI ડાઉન, ઓનલાઈન પેમેન્ટમાં મુશ્કેલી
March 26, 2025 09:10 PMઆ કંપની 1 શેર પર આપશે 25 રૂપિયાનું ડિવિડન્ડ, રેકોર્ડ ડેટ નજીક, આ દિવસે ખાતામાં આવશે પૈસા
March 26, 2025 08:26 PMમુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત, સુરક્ષામાં વધારો
March 26, 2025 08:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech