સલાયામાં છેલ્લા ૪ દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ: મહિલાઓ વડીલોને ભારે હાલાકી

  • December 06, 2023 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં છેલા ૪ દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ છે. આખા ગામમાં અંધારપટ છવાયેલો છે.રાત્રીના સ્ટ્રીટ લાઈટ્ બંધ હોવાને લીધે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.મહિલાઓ,વડીલો,તેમજ બાળકોને ખાસ તકલીફ પડી રહી છે.જાણવા મળેલ વિગત મુજબ પીજિવિસીએલનું લાઈટ બિલ બાકી હોઈ કનેક્શન કાપી નાખવામાં આવેલ છે.પરંતુ આવિં રીતે લાઈટ કનેક્શન કાપી અને પ્રજાને મુશ્કેલીમાં નાખવા એ ક્યાંનો ન્યાય કહેવાય? હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. દિવસ વહેલો આથમી જાઈ છે અને અંધારું વહેલું થાય છે.તેમજ વહેલી સવારે પણ જાકળ હોઈ અંધારું હોઈ છે. સલાયા લિજ્જત પાપડ કેન્દ્ર છે ત્યાં વહેલી સવારમાં બહનો લોટ લેવા તેમજ પાપડ આપવા જાઈ છે. ત્યાં જતી વખતે સ્ટ્રીટ લાઈટો બંધ હોઈ એમને ભારે મુશ્કેલી પડી રહી છે. તેમજ ફિશીંગ માટે પણ ફિશરમેન વહેલા સવારે નીકળે છે તેમને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. હાલ સલાયા નગરપાલિકામાં વહીવટી સાશન છે અને નગરપાલિકા આર્થિક રીતે નબળી છે તેવુ તંત્ર જણાવી રહી છે. પરંતુ આ પ્રાથમિક સુવિધા સ્ટ્રીટ લાઈટ અચાનક બંધ કરી પ્રજાને મુશ્કેલીમાં નાખવી કેટલું યોગ્ય ગણાય? માટે તંત્રએ લાઈટ કંપની સાથે વાતચીત કરી શક્ય હોઈ એ રકમ લાઈટ બિલની ભરી અને પાવર સપ્લાય ચાલુ કરાવવો જોઇએ એવી લોક માંગણી ઉઠી છે. હાલ સ્ટ્રીટ લાઈટ બંધ હોઈ અંધાર પટનો લાભ કોઈ ગેરકાનૂની કામ માટે થઈ નહિ અને વૃદ્ધો,મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઇ ઉચ્ચ વહીવટી તંત્ર દ્વારા પાવર સપ્લાઇ ચાલુ કરવાની ખાસ જરૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application