વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક રાયના અનેક વિસ્તારોમાં વધી ગયું છે અને તેના કારણે આકાશમાં અપર લેવલે ભેજવાળા વાદળો જોવા મળી રહ્યા છે. ગરમી ઘટી ગઈ છે અને વડોદરા નવસારી દ્રારકામાં વાદળોની જમાવટ જોવા મળી રહી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શકયતા છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ તારીખ ૫ ને શુક્રવારથી દાહોદ છોટા ઉદેપુર ડાંગ તાપી ગીર સોમનાથ નવસારી વલસાડ સહિત રાયના અનેક જિલ્લાઓમાં પ્રતિ કલાકના ૩૦ થી ૩૫ કીલોમીટરની ઝડપે પવન ફંકાશે અને માવઠું થશે. બદલાયેલા વાતાવરણના કારણે રાજકોટ સુરેન્દ્રનગર ગાંધીનગર ડીસા અને અમદાવાદ સિવાય સમગ્ર રાયમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી થી નીચે આવી ગયો છે રાજકોટમાં ૪૦.૫ ગાંધીનગરમાં ૪૨ અમદાવાદમાં ૪૧.૮ ડીસામાં ૪૦.૭ સુરેન્દ્રનગરમાં ૪૧.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
રાજકોટમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯% રહ્યું છે. યારે દ્રારકા પોરબંદર ઓખા વેરાવળ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ૭૦ થી ૭૫% જેટલું રહ્યું છે. દરિયામાંથી ફકાઈ રહેલા ભેજવાળા પવનના કારણે ગરમી ઘટી છે અને લોકોને પ્રમાણમાં થોડી રાહત મળી છે.
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થાય તે પહેલા માવઠાનું આગમન થવાનું છે. જો કે નૈઋત્યનું ચોમાસું પણ નિર્ધારિત મુજબ આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રના મોટાભાગના વિસ્તારને કવર કરી લીધા બાદ હવે ચોમાસું મહારાષ્ટ્ર્ર કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે અને આ તમામ રાયોમાં ત્રણ દિવસમાં વરસાદની શકયતા જોવામાં આવે છે. ગોવા મરાઠાવાડ અને કોંકણમાં પણ વાતાવરણ બદલાયું છે અને ગમે ત્યારે વરસાદ આવી પડે તેવી શકયતા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech