પાંચપીપળા અને ત્રાપજ વચ્ચે બાઈક આડે રોઝડું આવતા યુવાન વેપારીનું મોત

  • May 20, 2025 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તળાજા નજીકના ત્રાપજ પાંચપીપળા વચ્ચેનો માર્ગ પર બાઈક આડે રોઝડું આવતા  મોડી  રાત્રીના  અલંગ ના બે બાઈક સવાર વેપારીઓને ગંભીર ઈજાઓ થતા  મણાર ગામે રહેતા ઈટાલીયા પરિવારના બે યુવાનો પૈકી  એકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને  ઇજાઓ થતા ભાવનગરની હોસ્પિટલમાં  સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 
 ઉપલબ્ધ  વિગતો મુજબ મણાર ના બે યુવાનો નિલેશભાઈ  નટુબાઈ (ઉ. વ. ૩૨) અને  દર્શનભયો  ઓધાભાઈ (ઉ.વ.૩૨) મોડી રાત્રે બાઈક લઈ  પાંચ પીપળા તરફ  જતા હતા.ત્યારે પાંચપીપળા અને ત્રાપજ વચ્ચે  ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ  પર  બાઈક વચ્ચે અચાનકજ રોઝડું આડુપડતા બાઈક ચાલક નિલેશભાઈ એ કાબુ ગુમાવતા બાઈક સવાર બન્ને ફંગોળાયા હતા. જેમાં નિલેશભાઈને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જવારે દર્શનભાઈ ને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા પ્રથમ તળાજા અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક નિલેશભાઈ સથરા ચોકડી નજીક ફનીચર નક સેક્ધડ સેલ નો પ્લોટ ધરાવતા હોવાનું જ્યારે  જ્યારે દર્શનભાઈ કઠવા નજીક પલાયવુડ નો વ્યવસાય કરતા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવના પગલે મણાર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.ર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News