બ્રિટનમાં તોફાન બર્ટે તબાહી મચાવી છે. 'બર્ટ' વાવાઝોડાને કારણે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પૂરના પાણી સેંકડો ઘરોમાં ઘૂસી ગયા અને જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. વિગતો મુજબ આ સાહના અંતે દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને ૧૨૯ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફંકાતા પવનને કારણે તોફાનને કારણે ઘણા રેલવે ઓપરેટરોએ તેમની સેવાઓ પણ રદ કરી દીધી હતી. કેટલાક વિસ્તારોમાં લગભગ ૧૩૦ મીમી (૫.૧ ઈંચ) વરસાદ પડો હતો જેના કારણે નદીઓ વહેતી થઈ હતી અને રસ્તાઓ પાણી ભરાઈ ગયા હતા. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં વેલ્સના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે યાં પોન્ટીપ્રિડના રહેવાસીઓ તેમના ઘરોમાંથી પૂરના પાણીને બહાર કાઢવા માટે સખત સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ગ્રેટ વેસ્ટર્ન રેલ્વેએ પૂર, પડી ગયેલા વૃક્ષો અને ભૂસ્ખલનને કારણે દક્ષિણ–પશ્ચિમ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં તેના ઘણા મહત્વપૂર્ણ ટ પર સેવાઓ બધં કરી દીધી છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા બાદ સેંકડો ઘરો પાણીમાં ડૂબી ગયા હતા અને ૮૨ માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાયો હતો. ઉત્તર વેલ્સમાં પૂરના પાણી ભરાયા બાદ ગુમ થયેલા શ્વાન અને એક વ્યકિતની મૃતદેહ મળી આવ્યો છે, યારે લેન્કેશાયર, નોર્થમ્પ્ટનશાયર અને કિંગ્સ વર્થીમાં શંકાસ્પદ હવામાન સંબંધિત ઘટનાઓ બાદ તેમની કારમાં ત્રણ લોકોના મોત થયા છે. રવિવારે સાઉથ વેલ્સમાં પૂરથી ૨૦૦ થી ૩૦૦ મિલકતો પ્રભાવિત થઈ હતી. આ પહેલા નવેમ્બરની શઆતમાં સ્પેનમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. એક વર્ષમાં જેટલો વરસાદ પડે છે તેટલો વરસાદ માત્ર ૮ કલાકમાં થયો હતો. આ ખતરનાક વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં ૧૫૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્પેનથી સામે આવેલી તસવીરોએ બધાને ચોંકાવી દીધા હતા. ૨૯ ઓકટોબરના આ વરસાદે એવી તબાહી મચાવી હતી કે કેટલાક લોકો વાહનોની અંદર જ મૃત્યુ પામ્યા હતા. સ્પેનના પૂર્વ વેલેન્સિયાના કેટારોસામાં એક વિશાળ કાર કબ્રસ્તાન આ વિનાશક પૂરની વાસ્તવિક તસવીર કહી રહ્યું હતું. વેલેન્સિયામાં ઘણા અસ્થાયી કબ્રસ્તાન હતું યાં ક્ષતિગ્રસ્ત કાર સંગ્રહિત કરવામાં આવે છે, દૂર લઈ જવામાં આવે છે અને સ્ક્રેપ કરવામાં આવે છે. આમાંથી ૮૦% કારની હાલત એવી થઈ ગઈ છે કે હવે તેની કોઈ કિંમત નથી રહી. ડેટા દર્શાવે છે કે, વેલેન્સિયામાં મૃત્યુ પામેલા અડધાથી વધુ લોકો ૭૦ કે તેથી વધુ ઉંમરના હતા. આપત્તિ અંગે સરકારના પ્રતિભાવથી સમગ્ર રાયમાં રોષ ફેલાયો છે. નવેમ્બરના મધ્યમાં પણ હજારો લોકોએ વિરોધ કર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech