સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારમાં તેજી વચ્ચે અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બજારના બંધ થતા સમયે માર્કેટમાં લિસ્ટેડ અદાણીના તમામ 10 શેરો લીલા નિશાનમાં બંધ થયા હતા અને અદાણી પાવર અને અદાણી ગ્રીનના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો.
સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે બંધ
સૌ પ્રથમ, જો આપણે શેરબજારની વાત કરીએ, તો તેના બંને સૂચકાંકો સેન્સેક્સ-નિફ્ટી જબરદસ્ત વૃદ્ધિ સાથે નવા ઓલ ટાઈમ હાઈ લેવલ પર ખુલ્યા હતા અને દિવસભર લીલા નિશાન પર ટ્રેડ થયા હતા. બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ તેના અગાઉના બંધ 82365.77ની સરખામણીમાં મજબૂત ઉછાળા સાથે 82725.28ની ટોચે ખૂલ્યો હતો. જો કે, બજાર બંધ થતાં સુધીમાં તેની ગતિ ધીમી પડી ગઈ હતી, પરંતુ તેમ છતાં સેન્સેક્સે 194 પોઈન્ટની લીડ લીધી હતી. અને 82,559.84ના સ્તરે બંધ રહ્યો હતો. દરમિયાન, 25,333.60ની ઊંચી સપાટીએ ખુલ્યા બાદ, NSE નિફ્ટી 43 પોઈન્ટ ઉછળીને 25,278.70 પર બંધ રહ્યો હતો.
અદાણીના આ બે શેરમાં આવ્યો ઉછાળો
સેન્સેક્સ-નિફ્ટીના ઉછાળા વચ્ચે શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપના શેરમાં પણ તેજીની ઝડપે વધારો થયો હતો અને તમામ 10 શેરો ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. દરમિયાન સૌથી વધુ ઉછાળો અદાણી ગ્રીન અને અદાણી પાવરના શેરમાં જોવા મળ્યો હતો. અદાણી ગ્રીન શેર રૂ. 1839.10 પર ખૂલ્યો હતો અને રૂ. 1960ના સ્તરે ગયો હતો. જોકે, અંતે તે 5.27 ટકા વધીને રૂ. 1935 પર બંધ થયો હતો. શેરમાં વધારાની વચ્ચે કંપનીનું માર્કેટ કેપ પણ રૂ. 3.08 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech