શેર માર્કેટમાં આજે તેજી, સેન્સેક્સમાં 500થી વધુ અને નિફ્ટીમાં 140 પોઈન્ટનો ઉછાળો

  • December 03, 2024 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે 3 ડિસેમ્બરે સેન્સેક્સ 500 પોઈન્ટની તેજી સાથે 80,750ની સપાટીએ કોરાબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 140 પોઈન્ટ ઉછળીને 24,410ની સપાટીએ કોરાબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં તેજી છે અને 10માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 33માં તેજી છે અને 17માં ઘટાડો છે. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં FMCG અને ફાર્મા સિવાય તમામ સેક્ટર તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.


એશિયન માર્કેટમાં તેજી

એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 1.73% અને કોરિયાનો કોસ્પી 1.43%ની તેજી છે. તેમજ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 0.057%ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII)એ 2 ડિસેમ્બરે ₹238.28 કરોડના શેર વેચ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII)એ રૂ.3,588.66 કરોડના શેર ખરીદ્યા હતા.


સુરક્ષા ડાયગ્નોસ્ટિક લિમિટેડના IPO માટે બિડિંગનો આજે બીજો દિવસ છે. આ IPO કુલ પ્રથમ દિવસે માત્ર 25% સબસ્ક્રાઇબ થયો હતો. આ IPO ને રિટેલ કેટેગરીમાં 0.45% અને નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 0.13% સબસ્ક્રાઇબ થયો છે.


ગઈકાલે બજાર તેજી સાથે બંધ થયું હતું
ગઈકાલે સેન્સેક્સ 445 પોઈન્ટ (0.56%)ના વધારા સાથે 80,248ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 144 પોઈન્ટ (0.6%) વધીને 24,276ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 21માં તેજીઅને 9માં ઘટાડો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 31માં તેજી અને 18માં ઘટાડો થયો હતો. જ્યારે, 1 શેરમાં કોઈ ફેરફાર થયો નહોતા. એફએમસીજી અને પીએસયુ બેંક સિવાય તમામ એનએસઈ સેક્ટરલ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application