નાણાકીય નવા વર્ષે શેરબજાર ઓલટાઈમ હાઈ

  • April 01, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે સ્થાનિક શેરબજારે જોરદાર ઉછાળા સાથે શઆત કરી છે.
શેરબજાર ખુલતાની સાથે જ ૭૪૨૫૪ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. બજાર ખુલ્યાની ૨૦ મિનિટની અંદર સેન્સેકસ અને નિટીએ નવો રેકોર્ડ બનાવ્યો છે અને આ બંને સૂચકાંકો સર્વકાલીન ઐંચાઈ પર પહોંચી ગયા છે.

આજે શેરબજાર માટે નવા નાણાકીય વર્ષની શુભ શઆત થઈ છે અને બજાર ખુલ્યા બાદ તરત જ સેન્સેકસ અને નિટીએ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ લેવલને વટાવીને નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. એનએસઈનો નિટી ૨૨,૫૨૯.૯૫ ની નવી રેકોર્ડ ઉંચી સપાટીએ અને બીએસઈ નો સેન્સેકસ ૭૪,૨૫૪.૬૨ ની નવી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. આ બંને સૂચકાંકો હવે તેમના સંબંધિત ઓલ–ટાઇમ હાઈ ઝોનની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે.
ભારતીય બજારની આજની શઆત ૩૧૭.૨૭ પોઈન્ટ અથવા ૦.૪૩ ટકાના ઉછાળા સાથે ૭૩,૯૬૮ ના સ્તર પર થઈ અને  નિટી ૧૨૮.૧૦ પોઈન્ટ અથવા ૦.૫૭ ટકાના વધારા સાથે ૨૨,૪૫૫ ના સ્તર પર ખુલી હતી.

 સેન્સેકસ આજે ૭૪,૨૦૮ની ઐંચી સપાટીએ પહોંચી ગયો છે અને તેમાં ૫૫૭ પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેકસના ૩૦ શેરોમાંથી માત્ર ૨ જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને ૨૮ શેરો ઉછાળા સાથે લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે.સેન્સેકસના ટોપ ગેનર્સમાં જેએસડબલ્યુ સ્ટીલ ૨ ટકા અને ટાટા સ્ટીલ ૧.૭૦ ટકા વધીને ટ્રેડ કરી રહ્યાં છે.કોટક બેન્ક ૧.૫૫ ટકા અનેએચડીએફસી બેન્ક ૧.૨૫ ટકા ઉપર છે. બજાજ ફિનસર્વ ૧.૧૫ ટકા અને એશિયન પેઇન્ટસ ૧.૧૧ ટકા ઉપર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News