ક્રાઇમ બ્રાંચની ટીમે પાત્રતા વગરના લોકોને PM-JAY કાર્ડ બનાવી આપનાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીએ એકાદ બે નહી પરંતુ ત્રણ હજારથી વધુ લોકોને PM-JAY કાર્ડ બનાવી આપીને કૌભાંડ આચર્યું છે. અમદાવાદ, ભાવનગર અને સુરતના 6 લોકોએ સરકારને મોટાપાયે ચૂનો લગાવીને કૌભાંડ આચર્યુ હતું. PM-JAY કાર્ડ બનાવવા માટેના કેટલાક નિયમો તેમજ ધારાધોરણ સરકાર દ્રારા નક્કી કરવામાં આવ્યા છે પરંતુ કેટલાક લોકો પોતાની આવક છુપાવીને PM-JAY કાર્ડ કાઢાવી લેતા હોય છે.
સરકારને મોટાપાયે ચૂનો લગાવવાના કૌભાંડનો ઘટસ્ફોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે અને 6 લોકોની ધરપકડ કરી છે. નકલી પુરાવાના આધારે અસલી PM-JAY કાર્ડ બનાવી આપતા હતા. ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, અમદાવાદ, ભાવનગર અને સુરતમાં કેટલાક લોકો બોગસ આવકનું પ્રમાણપત્ર ઉભુ કરીને PM-JAY કાર્ડ બનાવી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે છટકુ ગોઠવીને 6 લોકોની અટકાયત કરી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યુ હતું કે, આ ગેંગ દ્રારા ત્રણ હજાર લોકોને PM-JAY કાર્ડ બનાવી આપ્યા હતા અને લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.
સરકારને મોટાપાયે ચૂનો લગાવવાના કૌભાંડનો ઘટસ્ફોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે અને 6 લોકોની ધરપકડ કરી છે. નકલી પુરાવાના આધારે અસલી PM-JAY કાર્ડ બનાવી આપતા હતા. ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, અમદાવાદ, ભાવનગર અને સુરતમાં કેટલાક લોકો બોગસ આવકનું પ્રમાણપત્ર ઉભુ કરીને PM-JAY કાર્ડ બનાવી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે છટકુ ગોઠવીને 6 લોકોની અટકાયત કરી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યુ હતું કે, આ ગેંગ દ્રારા ત્રણ હજાર લોકોને PM-JAY કાર્ડ બનાવી આપ્યા હતા અને લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતું.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યુ છે કે, પાત્રતા વગરના લોકોની પાસે કોઈ જ દસ્તાવેજ ન હોય અને તેઓ રૂપિયા આપે તો પણ કાર્ડ બનાવી આપવામાં આવતા હતા. આ 6 આરોપીઓ એજન્ટ પણ છે અને અન્ય લોકો છે. આ લોકો PMJAYના નકલી કાર્ડ બનાવી આપતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech