રાજકોટના એટલાન્ટિ્સ બિલ્ડિંગમાં ફાયર NOC અને BU પરમિશન હતું કે કેમ? સહિતની દિશામાં પણ તપાસ હાથ ધરાશેઃ ડીસીપી બાંગરવા

  • March 14, 2025 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલ એટલાન્ટિ્સ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા 3 લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગવાની જાણ થતા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. આગ લાગવાના કારણે કુલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જે પૈકી 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ સારવાર હેઠળ છે અને એક વ્યક્તિને ઓછી ઇજા હોવાથી સારવાર આપવામાં આવેલ છે.



એક્સિડેન્ટલ ડેથ મામલે તપાસ કરવામાં આવશે
મૃતક 3 લોકોમાં અજયભાઇ મકવાણા, કલ્પેશભાઈ લેવા અને મયુરભાઈ લેવા હોવાનું સામે આવ્યું છે. મૃતક અજયભાઇ સ્વિગીમાં ડીલેવરી બોય તરીકે જ્યારે કલ્પેશભાઈ અને મયુરભાઈ બ્લિન્કીટ કંપનીમાં કામ કરતા હતા. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે FSL તેમજ PGVCLની મદદ લેવામાં આવી છે. માલવીયાનગર પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથ મામલે તપાસ કરવામાં આવશે. તેમજ આ બિલ્ડિંગમાં ફાયર NOC હતું કે કેમ BU પરમિશન હતું કે કેમ સહિતની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. હાલ પોલીસે તમામ ત્રણેય મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News