ગુજરાતને દેશનું ગ્રોથ એન્જીન બનાવતું રાજ્ય સરકારનું બજેટ: રાજકોટ ચેમ્બરનો આવકાર

  • February 22, 2025 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજય સરકારના વર્ષ-૨૦૨૫-૨૦૨૬ માટેના બજેટને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજયનો સર્વાંગી વિકાસ કરનારું તેમજ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જીન બનાવતું બજેટ જણાવી પ્રમુખ વી.પી.વૈષ્ણવ સહિતના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આવકારવામાં આવ્યું હતું.

વિશેષમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયના નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા સતત ચોથી વખત વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું આશરે ૩,૭૦,૨૫૦ કરોડનું બજેટ રજુ કરવામાં આવેલ છે. વિકસીત ગુજરાત બનાવવાના સંકલ્પને સાર્થક કરવા રાજય સરકાર દ્વારા રજુ કરાયેલ આ બજેટને સર્વાંગી વિકાસ માની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આવકારે છે. ગુજરાત રાજયના આ બજેટને આવકા૨તા જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસીત ભારતના વિઝનને સાર્થક કરવાના પ્રયાસમાં ગુજરાત સહભાગી બની રહયું છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન હોય ત્યારે ગુજરાત રાજયએ આ વિકાસલક્ષી બજેટ આર્પીને તેમાં સુર પુરાવેલ છે. તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને વેગ મળે તે માટે રાજકોટ ખાતે કન્વેન્શન સેન્ટર ફાળવવાની વર્ષો જુની માંગણી કરાવામાં આવેલ હતી અને રાજકોટ ચેમ્બરના સ્નેહમિલન કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલએ આ માંગણીનો સ્વીકાર કરી સ્થળ પર જ તેની ફાળવણી કરવાની જાહેરાત કરેલ હતી ત્યારે આ બજેટની અંદર રાજકોટ ખાતે કન્વેન્શન સેન્ટર બનાવવા માટે આશરે ૫૦ કરોડની ફાળવણી કરવામાં આવેલ જેનાથી રાજકોટ ચેમ્બરની માંગણી સંતોષાયેલ તે બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રાજયના નાણામંત્રીએ આ બજેટમાં દરેક ક્ષેત્રને આવરી લઈ આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને સહકાર, ઉદ્યોગ અને ખાણ, કલાઈમેન્ટ ચેન્જ, વન અને પર્યાવારણ, પ્રાકૃતિક ખેતી, મહેસુલ, કાયદા, પ્રવાસન-યાત્રધામ અને નાગરીક ઉડયન, અન્ન અને નાગરીક પુરવઠા, શહેરી અને ગ્રામિણે વિકાસ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન તેમજ શ્રમ અને કૌશલ્ય, આદિજાતી, અનુસુચીત જાતી અને પછાતવર્ગ, સામાજીક ન્યાય-અધિકારીતા, મહિલા અને બાળ વિકાસ, રમત-ગમત, વિગેરે માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરેલ છે. તેમજ અમદાવાદ-રાજકોટ એકસપ્રેસ વે થી સૌ રાષ્ટ્રના દરિયાકાંઠાને જોડશે. જે આવકારદાયક છે. તેમજ ગુજરાત રાજય ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહયું છે અને સેમીકંડકટર ક્ષેત્રે વિશ્વ સ્તરે કામ કરાશે. આમ ગુજરાત રાજયની વિકાસગાથાને આગળ વધા૨વા માટે સરકાર કટીબધ્ધ છે.

ખાસ કરીને ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે આશરે ૧૧૭૦૬ કરોડ ફાળવ્યા છે તે આવકારદાયક છે તેનાથી ગુજરાતના તમામ નાના-મોટા ઉદ્યોગકારોને સારૂ એવું બુસ્ટ મળશે સાથો સાથ રાજયના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટૉટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે આશરે ૩૬૦૦ કરોડની જોગવાઈથી વેગ મળશે. રાજયના સર્વાગી વિકાસ સાથે આ બજેટમાં શિક્ષણ અને આરોગ્ય ઉપર વધુ ભાર મુકવામાં આવેલ છે. આ બજેટથી સાર્વત્રીક સ્તરે વિકાસ સાથે દેશના અર્થતંત્રના વિકાસમાં પણ સહભાગી બની રહેશે. તેમ રાજકોટ ચેમ્બ૨ના પ્રમુખ વી.પી.વૈષ્ણવએ અંતમાં જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application