દેશની સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દમિયાન કહ્યું છે કે રાજ્યમાં કામ કરતા કેન્દ્ર સરકારના કર્મચારી વિરુદ્ધ કેસ નોંધવા માટે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી નથી. જો સીબીઆઈ આવા કર્મચારી વિરુદ્ધ કોઈ કેન્દ્રીય કાયદા હેઠળ કેસ નોંધી રહી છે, તો તે રાજ્ય સરકારની મંજૂરી લીધા વિના પણ કરી શકે છે. સીબીઆઈને આવી સત્તા છે.
આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના નિર્ણય સામે સીબીઆઈની અપીલ પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આંધ્રપ્રદેશના નંદ્યાલ (કુર્નૂલ) જિલ્લામાં કાર્યરત સેન્ટ્રલ એક્સાઈઝ વિભાગના અધિકારી એ. સતીશ કુમાર વિરુદ્ધ લાંચના બે કેસમાં સીબીઆઈ તપાસ રદ કરવામાં આવી હતી. આ કેસ કેન્દ્રીય કાયદા પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ નોંધવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટની દલીલ
સીબીઆઈની અપીલ પર પોતાનો ચુકાદો આપતી વખતે જસ્ટિસ સીટી રવિકુમારની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચે આરોપીઓની દલીલને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અવિભાજિત આંધ્રપ્રદેશમાં લાગુ થતા કાયદા વિભાજન પછી બનેલા બંને રાજ્યોને ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી રાજ્ય સરકાર તેમાં ફેરફાર ન કરે. તેમજ આ કેસ કેન્દ્ર સરકારના કર્મચારી સામે છે. કેન્દ્રીય કાયદા (ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ) હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સીબીઆઈને કેસ નોંધવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની જરૂર નહોતી
હાઈકોર્ટનો નિર્ણય
આરોપીઓએ હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે 1990માં અવિભાજિત આંધ્રપ્રદેશની સરકાર દ્વારા સીબીઆઈને તપાસ માટે સામાન્ય સંમતિ આપવામાં આવી હતી. 2014 માં, રાજ્યને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું - આંધ્રપ્રદેશ અને તેલંગાણા. રાજ્યના વિભાજન પછી, દિલ્હી પોલીસ સ્પેશિયલ એસ્ટાબ્લિશમેન્ટ અધિનિયમ 1946 હેઠળ મેળવેલ સામાન્ય સહમતિ સમાપ્ત થઈ ગઈ છે. આ દલીલ સ્વીકારીને હાઈકોર્ટે સીબીઆઈની એફઆઈઆર રદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં શાળાના મહિલા નોડલ શિક્ષકોની માર્ગદર્શક તાલીમ યોજાઈ
January 06, 2025 01:44 PMજામનગરમાં ધોરણ 10 અને 12 ની મોડેલ પરીક્ષા લેવામાં આવી
January 06, 2025 01:44 PMમાતાએ નવા કપડાં ન લઈ આપતા લાંબા ગામની યુવતીએ જિંદગી ટૂંકાવી
January 06, 2025 01:41 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે કુલ 19 દાવેદારો મેદાનમાં
January 06, 2025 01:39 PMભાટિયામાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
January 06, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech