રાજ્ય સરકારનો TRB જવાનોના હિતમાં નિર્ણય, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

  • November 23, 2023 09:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

TRB જવાનોને લઈ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય અત્યારે મોકૂફ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.


રાજ્ય સરકાર દ્વારા TRB જવાનોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. TRB જવાનોને છૂટા કરવાના નિર્ણય મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓ જોડાયા હતા. આ મળેલી બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઓનલાઇન જોડાયા હતા. અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની વાત કરીએ TRB જવાનોને છૂટા કરવાનો પરિપત્ર અત્યારે મોકૂફ રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, સરકારે આ બેઠક બાદ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.





10 વર્ષથી ફરજ બજાવતા TRB જવાન 30 નવેમ્બર સુધીમાં છૂટા કરવાનો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે 10 વર્ષથી ફરજ બજાવતા અંદાજે 1100 TRB જવાન છે. પાંચ વર્ષથી કામ કરતા TRB જવાન 31 ડિસેમ્બર સુધીમાં છૂટા કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 5 વર્ષથી ફરજ બજાવતા અંદાજે 3000 TRB જવાન હતા.  3 વર્ષથી કામ કરતા TRB જવાન 31 માર્ચ 2024 સુધીમાં છૂટા કરવાનું કહેવાયું હતુ. 2300 જવાનો 3 વર્ષથી કામ કરી રહ્યા છે.


રાજ્યનાં 9 હજારમાંથી 6400 TRB જવાનોને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા. 10 વર્ષ, 5 વર્ષ અને 3 વર્ષથી કામગીરી કરતા જવાનોને ક્રમશઃ છૂટા કરવામાં આવનાર હતા. તેમજ ફરજ મુક્ત TRB જવાનને ફરી કામગીરીમાં ન લેવા. તેમજ TRB જવાન તરીકે એક સભ્ય લાંબા સમયથી કામ કરે તે યોગ્ય નથી. જવાનોને છૂટા કર્યા બાદ નિયમ મુજબ ભરતી કરવી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application