રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓમાં ધો. ૯થી ૧૨ના વર્ગોનું સરળીકરણ

  • December 13, 2023 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી સમયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો થશે વધારો

ગુજરાત રાજ્યની ૫,૩૦૦ થી વધુ ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગ વધારા બાબતે રાજ્ય સરકારે ખાસ નિર્ણય લઇ અને અત્યંત સરળીકરણ કરતા રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં આગામી સમયમાં વિદ્યાર્થીઓનો મોટી સંખ્યામાં વધારો થશે.
રાજ્યમાં વર્ષ ૨૦૨૩- ૨૪ ના સમયગાળામાં શિક્ષણ વિભાગના સધન પ્રયાસોથી ડ્રોપ આઉટ રેશિયો ઘટીને માત્ર પાંચ જ ટકા રહ્યો છે. જેથી આગામી સમયમાં ધોરણ ૯ થી ૧૨ માં વર્ગો વધારવા પડશે. રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક શાળાઓની જેમ જ આધાર ડાયઝ તથા ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધતા તે અનુસાર ઝડપથી વર્ગ વધારો મળે તેવી સરળ તથા ઝડપી વ્યવસ્થા પોર્ટલ ઊભું કરીને નવા વર્ષથી કરાશે.
શાળાઓમાં નવા વર્ગો વધારાની ઓનલાઈન મંજૂરીઓ આપવામાં આવશે તથા જે-તે વર્ષના ૩૧ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે. જૂન માસમાં શાળાઓ થતી હોય છે. ત્યારે આ નવી સરળ પ્રક્રિયામાં નવો વર્ગ મંજૂર થતા તેના ઉપલા ધોરણનો વર્ગ પણ સાથોસાથ મંજુર થશે. જેમકે ધોરણ ૯ નો વર્ગ મંજૂર થાય તો તેની સાથે ધોરણ ૧૦ ની મંજુરી તથા ધોરણ ૧૧ મંજૂર થાય તો તેની સાથે ધોરણ ૧૨ પણ મંજુર થશે.
અગાઉ બજેટ મંજૂર થયા પછી દરખાસ્તો મંગાવી અને વર્ગ વધારો મંજુર થતો હતો. જેમાં એક સત્ર ચાલ્યું જતું હતું. જેના કારણે નવા વર્ગો મંજૂર ન થતા પ્રવેશના પ્રશ્નો ઊભા થતા હતા. જેના કારણે બિનસરકારી ગ્રાન્ટેડ શાળાના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો હતો. હાલ તેનું પણ નિરાકરણ થશે. રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જે.પી. પટેલ, અગ્રણી ભરતભાઈ ચૌધરી, ભાનુભાઈ પટેલ, રાજ્ય મીડિયાના કન્વિનર નરેનસિંહ તથા દ્વારકા જિલ્લાના જગમાલભાઈ ભેટારીયા, કે.ડી. ગોકાણી, ઈલેશભાઈ નકુમ, દિનેશભાઈ જોશી, બી.પી. સોનગરા વિગેરેએ આ નિર્ણયને આવકાર્યો છે.શિક્ષણ વિભાગમાં ગ્રાન્ટેડ શાળાઓ માટેનો નિર્ણય ખૂબ જ ફાયદાકારક બની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application