સોમનાથથી નાથદ્વારા સ્લીપર કોચ એસટી કોચનો પ્રારંભ

  • February 22, 2023 08:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ ના વિભાગીય નિયામક  આર આર શ્રીમાળી  અને વિભાગીય પરિવહન અધિકારી પી પી ધામા  ના સફળ પ્રયત્ન અને એસ.ટી દ્વારા મુસાફરોને આરામ દાયક મુસાફરી નો લાભ મળે તે હેતુથી કેશોદ ડેપો મેનેજર દેવાભાઈ દ્વારા વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમા સોમનાથ  થી નાથદ્રારા  એસટી સ્લીપર કોચ બસનો આજથી પ્રારંભ થયો છે . એકદમ નવી અને સુવીધાજનક આ સ્લીપર કોચ આજથી શરુ થતા પ્રથમ દિવસેજ હાઉસફુલ જોવા મળી હતી, વેરાવળ એસટી ડેપો મેનેજર ઈનચાર્જ દયારામ ભાઈ મેસવાણીયા આસી ટ્રાફિક ઇન્સ્પેક્ટર પ્રવિણ પુરી બાપુ સહિત બસ ના ડ્રાઇવર કંડકટર નુ ગોવર્ધન હવેલી ના ટ્રસ્ટી ઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ  સતીકુંવર સેવા સમીતી યોગેશ સતીકુવર તેમજ લોકજાગૃતિ મંચના દિપક ટીલાવત, માધવરાયજી હવેલી ટ્રસ્ટ ના સભ્યો પોપટભાઈ પટેલ , એસટી ડેપોના કમઁચારીઓ સહીત ની ઉપસ્થિતમા લીલીઝંડી આપી  હતી  . આ સોમનાથ થી નાથદ્રારા આજથી શરુ થયેલ સ્લીપર કોચ બસ કેશોદ એસટી ડેપોની હોય તે સોમનાથ  11 કલાકે દરરોજ પહોચી જશે ત્યારે 11:15 કલાકે ઉપડશે જે નાથદ્રારા સવારે 4 કલાકે પહોચાડશે અને ત્યા 12 કલાક રહ્યા બાદ બપોરે 4 કલાકે નાથદ્રારા થી ઉપડશે અને કેશોદ પહોચશે કેશોદથી આ બસના ડ્રાઇવર અને કંડકટર બદલશે અને કેશોદથી લોકલ ભાડાથી ફરી સોમનાથ પહોચશે . સોમનાથ થી નાથદ્રારા નુ ભાડુ માત્ર 427 જેટલુ છે જેથી શિવ થી  શ્રીનાથજી આ બન્ને ધામીઁક સ્થળોને જોડતી સેવા એસટી વિભાગે શરુ કરતા વૈષ્ણવ સંપ્રદાય મા આનંદની લાગણી જોવા મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application