દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

  • May 25, 2024 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેબસાઇટ પર તા. 13 જૂન સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે


દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારનાં ટ્રેડ જેમકે ઈલેક્ટ્રીશયન, વાયરમેન, COPA, વેલ્ડર, આર્મેચર મોટર રીવાઇન્ડીંગ, સુઈંગ ટેકનોલોજી, CHNM, મિકેનિક ડીઝલ, ડેસ્કટોપ પબ્લીશીંગ, ફીટર, ટર્નર, AOCP,  HSI વગેરેમાં એડમિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


આ એડમિશન સત્રમાં પ્રવેશ મેળવવા માટે  http://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર જઇ તા. 13 જૂન સુધીમાં પ્રથમ રાઉન્ડ માટે પ્રવેશફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે. ઉમેદવારે તેઓની પસંદગીની એક કરતા વધારે સંસ્થાઓ માટે ફક્ત એક જ ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાનુ રહેશે. એડમીશન માટેની માહિતી પુસ્તિકા ઉપરોક્ત વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશ ફોર્મ આઈ.ટી.આઈ. ખાતે વિના મુલ્યે ભરી આપવામાં આવશે. ઉમેદવારે ફક્ત રજીસ્ટ્રેશન ફી રૂ. 50 ઓનલાઈન ભરવાની રહેશે. વધુ માહિતી માટે પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ જે-તે આઇ.ટી.આઇ. નો રૂબરૂ સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application